
પોરબંદર
પોરબંદરમાં તા.૭/૨/૨૦૨૫ના રોજ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા કે.આર.સી ફુડ કંપની માં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ જે POCSO વિશે પણ માહિતગાર કરેલ તેમજ મહિલા હેલ્પલાઇન 181 ની વિગતવાર માહિતી આપેલ બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે પણ માહિતગાર કરેલ અને હાલમાં કાર્યરત રાજ્ય વ્યાપી પરવાહ માર્ગ સલામતી-૨૦૨૫ અંતર્ગત ટ્રાફીકના નિયમો અંગે સમજ કરેલ તથા સાયબર ક્રાઇમ થી થતાં ફ્રોડ બાબતે માહિતી આપેલ તેમજ 181 અને 112 અને ઈમરજન્સી નંબર 100 વિશે પણ માહિતી આપેલી છે. આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે, પી.એસ.આઇ એન.કે.વાઘેલા તથા એલઆર એસ.બી.રાઠોડ, કે.બી.ગોઢાણીયા દ્વારા કરવામાં આવેલ છે.