ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને દ્વારકાધીશ મંદિરે શીશ ઝુકાવ્યું

– નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કર્યા –

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૭-૦૧-૨૦૨૫

       દેશની એક વખતની સૌથી સફળ ફિલ્મ અભિનેત્રી રવિના ટંડને તેની પુત્રી સાથે આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે દ્વારકાધીશ જગતમંદિરમાં કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. અહીં વારાદાર પૂજારી દ્વારા શ્રીજીની પાદુકાનું પૂજન કરાવ્યું હતું. દ્વારકામાં દર્શન વ્યવસ્થા તેમજ સફાઈ વિગેરેની તેમણે સરાહના કરી અને ધન્યતા અનુભવી હતી.

      આ સાથે રવિના ટંડન તથા તેમના પુત્રીએ નાગેશ્વર જયોતિર્લિંગના પણ દર્શન કરી, પૂજન અર્ચન કર્યા હતા. નાગેશ્વર દર્શન બાદ તેમણે તેમના બાર જ્યોતિર્લિંગના દર્શન પૂર્ણ કરાયા હોવાની વાત પણ કહી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *