બરડા ડુંગર વિસ્તારમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર એલસીબી પોલીસ ત્રાટકી: આરોપી ઝબ્બે

કુંજન રાડિયા, ભાણવડ, તા. ૨૪-૦૩-૨૦૨૫

       દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં આવેલા બરડા ડુંગર ખાતે અવાર-નવાર બુટલેગરો દ્વારા ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસ કાર્યવાહી કરવામાં આવે છે ત્યારે આજરોજ અહીંની સ્થાનિક ગુના શોધક શાખાની ટીમ દ્વારા દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડાની કાર્યવાહી, લવર મુંછિયા શખ્સને દબોચી લીધો હતો.

         આ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા એલ.સી.બી. પી.આઈ. કે.કે ગોહિલના વડપણ હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા આજરોજ પી.એસ.આઈ. એ.એલ. બારસીયા, બી.એમ. દેવમુરારી, એસ.એસ. ચૌહાણ અને એસ.વી. કાંબલિયાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન બરડા ડુંગર વિસ્તારમાં આવેલી વાગડિયાનેસ ખાતે પહોંચતા એ.એસ.આઈ. અરજણભાઈ ચંદ્રવાડીયા, જયદેવસિંહ જાડેજા, પરેશભાઈ સાંજવા અને મનહરસિંહ જાડેજાને મળેલી ચોક્કસ બાતમીના આધારે દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો.

          આ દરોડામાં રૂપિયા 40,000 ની કિંમતનો 1600 લિટર દારૂના આથી સાથે રાણપર ગામના રબારી વિનો ઉર્ફે વિના ભના કોડીયાતર નામના 18 વર્ષના શખ્સની અટકાયત કરી, આ અંગે ભાણવડ પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *