Saturday June 21, 2025

બાજપાઈજીની જન્મજયંતિ સુશાસન દિવસ અને વિર બાલ દિવસ જેવા આગામી કાર્યક્રમો અંગે ભાવનગર ભાજપની બૃહદ બેઠક મળી

ભાવનગર
ગત ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ ના રોજ રૂપાણી ખાતે શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં વીર બાલ દિવસ નિમિત્તે હ્રદયસ્પર્શી ફિલ્મનું આયોજન કરવામાં આવેલ, જ્યારે આગમી ૨૫ ડિસેમ્બરના રોજ શહેર ભાજપ દ્વારા સુશાસન દિવસ અર્થાત પૂર્વ વડાપ્રધાન આદરણીય અટલબિહારી બાજપાઈજીની જન્મજયંતિ તેમજ ૨૬ ડિસેમ્બરના રોજ વિશ્વ બાલ દિવસ મનાવવામાં આવનાર છે, જે અંતર્ગત અધ્યક્ષ અભયસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં તેમજ ખાદ્ય અને જાહેર વિતરણના કેન્દ્રીય રાજ્યમંત્રી નિમુબેન બાંભણિયા અને મુખ્ય વક્તા કશ્યપભાઈ શુકલની વિશેષ ઉપસ્થિતિમાં શહેર કાર્યાલય ખાતે એક બૃહદ બેઠક મળેલ, જેમાં ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઈ બારડ, શહેર મહામંત્રી અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા, સ્ટે. કમિટી ચેરમેન રાજુભાઈ રાબડીયા, ન. પ્રા. શિ. સમિતિના ચેરમેન નિકુંજભાઈ મહેતા, ડે. મેયર મોનાબેન પારેખ, શાસક પક્ષના નેતા કિશોરભાઈ ગુરુમુખાણી, દંડક ઉષાબેન બધેકા, શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, વોર્ડ સંગઠન, તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top