ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યો

મૂકેશ પંડિત, ધોલેરા
ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે. આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા દ્વારા થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાતું રહ્યું છે.
નાનકડાં ગામમાં ધાર્મિક અને સામાજિક એકતાનું ઉદાહરણ એટલે ધોલેરા પાસે આવેલ સુપ્રસિધ્ધ ભડિયાદ, મુસ્લિમોનું આસ્થા સ્થાન, જ્યાં સૌ કોઈ એકતાનો અનુભવ કરે છે. આ ગામમાં ખોજા પરિવાર દ્વારા નિર્માણ થયેલ શ્રી અંબાજી માતાજીનું મંદિર દર્શનીય છે.
આ ગામનાં ભાણેજ મુસ્લિમ દાતા પરિવાર દ્વારા અહીંયા થતાં થતાં વિવિધ ધાર્મિક સામાજિક કાર્યોથી ગામ જોડાતું રહ્યું છે. શ્રી હૈદરભાઈ જસાણી દ્વારા જ્ઞાતિ જાતિ કે ધર્મની દીવાલો બહાર સનાતન વૈશ્વિક સેવા કાર્યો થતાં રહે છે, જેમાં ભડિયાદમાં જળાશય પાસે શ્રી અંબાજી માતાજીનું સુંદર નિર્માણ કરાવાયું છે.
શ્રી અંબાજી માતા મંદિરમાં શ્રી સતી માતા તથા શ્રી મેલડી માતા પણ બિરાજમાન છે.
અમેરિકા રહેતાં અને રોયલ આલ્બર્ટ અમીનાબેન જસાણી શ્રી અંબાજી મંદિર સંસ્થા બનાવી આ દાતા દ્વારા આ શક્તિ સ્થાનમાં નવરાત્રી સહિત વિવિધ પર્વ તહેવાર ઉજવાતાં રહે છે. આટલું જ નહીં, ગામમાં પાણીની વ્યવસ્થા માટે પણ તેમનું દાન મળ્યું છે. આમ, સામાજિક રીતે પણ કાયમ યોગદાન આપતાં રહેલ છે.
