જામ ખંભાળિયા, તા. ૨૩-૦૧-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના આહિર સમાજની અનોખી પહેલ પ્રેરણાદાયી બની રહી છે. સમાજમાં સાંસ્કૃતિક ભાવના કેળવાય તેવા ઉમદા હેતુથી હવેથી ભાડથર ગામની આહીર સમાજ વાડીમાં દીકરીઓના લગ્ન પ્રસંગે 4 ધાર્મિક પુસ્તકોની ભેટ આપવાનો સાંસ્કૃતિક સંકલ્પ લેવામાં આવ્યો છે. જેમાં રામાયણ, ભગવદ્ ગીતા, ભક્તિરસામૃતસિંધુ અને કૃષ્ણ પૂર્ણ પુરષોતમ પરમેશ્વર પુસ્તકનો સમાવેશ કરાયો છે.
ભાડથર સમસ્ત આહિર સમાજની આ પહેલને લોકોએ પ્રેરણાદાયી ગણાવી અને આવકારી છે.
(ફોટો:- કુંજન રાડિયા)

