જામ ખંભાળિયા, તા. ૨૩-૦૨-૨૦૨૬
ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે જરૂરી રક્ત ઉપલબ્ધ રહે તે માટે જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા નિયમિત રીતે રક્તદાન કેમ્પ યોજવામાં આવે છે. જિલ્લા આરોગ્ય તંત્રના માર્ગદર્શન હેઠળ ભાણવડના શેઢાખાઈ ગામે સંકલ્પ ગ્રુપ, શેઢાખાઈ આયુષ્માન આરોગ્ય મંદિર, મોરઝર પી.એચ.સી. અને ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 60 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

આ કેમ્પમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. અનેક નાગરિકોએ પ્રથમ વખત રક્તદાન કર્યું હતું. રક્તદાતાઓને ખંભાળિયાની અને ભાણવડની હોસ્પિટલ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. તમામને સંકલ્પ ગ્રુપ દ્વારા અને બ્લ્ડ બેંક દ્વારા સન્માન પત્ર આપવામાં આવ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે સ્થાનિક આરોગ્ય કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી. ઉપરાંત આરોગ્ય કેન્દ્ર ખાતે કલ્પવૃક્ષ, અશ્વગંધા તેમજ અન્ય ઔષધીય વૃક્ષોનું પણ વાવેતર કરવામાં આવ્યું હતું. કેમ્પની સફળતા માટે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ભાણવડ હેલ્થ ટીમ અને સહયોગી સંસ્થાઓને અભિનંદન પાઠવ્યા હતા.

(ફોટો: કુંજન રાડિયા)
