ભાણવડમાં ઝડપાયો બાગબાન તમાકુનો નકલી જથ્થો: પોરબંદરના દિપકની ધરપકડ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૧૨-૨૦૨૫

      દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પોલીસ મથકના પી.આઈ. સી.એલ. દેસાઈના માર્ગદર્શન હેઠળ ભાણવડ પોલીસ મથકના પી.એસ.આઈ. બી.કે. કડછા તેમજ તેમની ટીમ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન ભાણવડ નજીક ત્રણ પાટીયા સર્કલ પાસે આવેલી એક હોટલ ખાતે કરવામાં આવેલી ચેકિંગ કાર્યવાહીમાં આ સ્થળેથી પોલીસે ડુપ્લીકેટ બાગબાન તમાકુનો જથ્થો પકડી પાડ્યો હતો.

        આ પ્રકરણમાં આરોપી દીપકકુમાર શાંતિલાલ શિલુ (ઉ.વ. 35, રહે પોરબંદર) નામના શખ્સ દ્વારા બાગબાન તમાકુની કંપનીના ઓરીજનલ ચિન્હ જેવા ચિન્હો વાળા ડુપ્લીકેટ તમાકુનું વેચાણ કરવામાં આવતું હોવાનું ખુલવા પામ્યું છે. આ બનાવમાં પોલીસે બાગબાન કંપનીના 138 નંબર તમાકુના રૂપિયા 65,000 ની કિંમતના 200 ડબલા કબજે કરી, ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 મુજબ ઉપરોક્ત શખ્સની અટકાયત કરી હતી. 

____________________________________________________________________________

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *