
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫
ભાણવડ ખાતે તાજેતરમાં ભાણવડ શહેર કોંગ્રેસ પ્રમૂખ તેમજ પાલિકા સદસ્ય હિતેષભાઈ જોષી સાથે બે ટર્મથી કોંગ્રેસના સદસ્ય દેવજીભાઈ નકુમ, ભાણવડ શહેર કોંગ્રેસ મહામંત્રી દિવ્યેશભાઈ નકુમ, આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ અને દલિત સમાજના યુવા આગેવાન સંજયભાઈ ચૌહાણ, કોંગ્રેસમાંથી ગત ચૂંટણીમાં વિજેતા થયેલા સુભાષભાઈ કણજારીયા અને ગુલમામદ ભાઈ જેઠવા, ગત ટર્મના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઈ ચૌહાણ વિગેરે કાર્યકરોએ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તેમજ જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ તેમજ પાર્ટીના હોદેદારો સાથે વિવિધ સમાજના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કર્યો છે.
ભાણવડ શહેરની સુખાકારી અને ભાણવડ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની પેનલ સ્પષ્ટ બહુમતીથી વિજેતા થાય તે માટે અન્ય પાર્ટીના કાર્યકરોએ કેસરિયો ખેસ ધારણ કરી અને ભાજપમાં જોડાયા છે. તમામ કાર્યકર્તાઓ ને જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી સહિત તમામ આગેવાનોએ આવકારીને શુભેચ્છાઓ પાઠવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)