
વિપુલ હિરાણી, ભાવનગર તા.૨૩
ભાવનગરના જાણીતા પૂર્ણિમા સ્ટુડિયો ચલાવતા અને સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન ઇન્સ્ટિટ્યૂટ ભાવનગરના નિવૃત્ત કર્મચારી શરદભાઈ પુરોહિત અને પન્નાબેન પુરોહિત (નિવૃત્ત શિક્ષિકા પાલીતાણા ગર્લ્સ હાઇસ્કુલ) તા. 23 મે ના રોજ સફળ દાંપત્ય જીવનના 50 વર્ષ પૂર્ણ કરી 51 વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શિક્ષિત, સંસ્કારકારી આ આ દંપતીને ગોલ્ડન મેરેજ એનિવર્સરીની શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ રહી છે. પુત્રી ઇરાબેન (લેબ ટેકનીશીયલ સર. ટી. હોસ્પિટલ), જમાઈ કલ્પેશભાઈ પંડ્યા બી .એમ. કોમર્સ હાઇસ્કુલ), પુત્રી ઋત્વીબેન ,જમાઈ હિરેનભાઈ ભટ્ટ (આઇ.ટી.એન્જિનિયર પુના) પૌત્ર, પુત્રીઓ પ્રેયા ,પ્રાંશુ ,હેત તથા સમસ્ત પુરોહિત પરિવાર તેમજ કિરીટભાઈ રાજ્યગુરુ પૂર્ણિમા સ્ટુડિયો પરિવાર દ્વારા શરદભાઈને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. પૂર્ણિમા સ્ટુડિયો એ ભાવનગરના ફોટોગ્રાફી ઇતિહાસનું એક મહત્વનું સ્થળ છે અને તસ્વીર પ્રેમીઓ માટે હવે પૂર્ણિમા સ્ટુડિયો એક ઐતિહાસિક યાત્રાધામ બની રહ્યું છે ત્યારે “ધ ગ્રેટ વર્લ્ડ” તરફથી પણ દંપતીને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.