Headlines

ભાવનગરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા. ૧૦ માર્ચે મહિલા સંમેલન યોજાશે : વિશિષ્ઠ ઉપલબ્ધિ ધરાવતી ગૃહિણીઓનું જાહેર મંચ પર સન્માન થશે

વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૬

સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા દ્વારા દર વર્ષે તા. ૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. વર્ષ ૨૦૨૬ માટે “Rights, Justice, Action for All Women and Girls” થીમ જાહેર કરવામાં આવી છે. 

મહિલાઓના સશક્તિકરણને પ્રોત્સાહિત કરવા અને સમાજના સર્વાંગી વિકાસમાં તેમની સક્રિય તથા અર્થપૂર્ણ ભાગીદારી સુનિશ્ચિત કરવા હેતુસર ભાવનગર જિલ્લા વહિવટી તંત્ર દ્વારા તા. ૧૦ માર્ચ, ૨૦૨૬ના રોજ ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનું મહિલા સંમેલન યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમ દરમ્યાન વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ ઉપલબ્ધિ પ્રાપ્ત કરનાર ગૃહિણીઓનું જાહેર મંચ પર સન્માન કરવામાં આવશે.

જિલ્લાની પ્રતિભાશાળી મહિલાઓને પોતાના કાર્યક્ષેત્રની નોંધપાત્ર સિદ્ધિઓ તથા ઉપલબ્ધિઓ અંગેની વિગત જિલ્લા મહિલા અને બાળ અધિકારી કચેરી, ભાવનગર ખાતે ઇ-મેઇલ wco-wcd-bav@gujarat.gov.in પર તા. ૦૮/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાક સુધી મોકલી આપવાનો રહેશે.

નિર્ધારિત સમયમર્યાદા બાદ પ્રાપ્ત થયેલ અરજીઓ માન્ય ગણાશે નહીં. પસંદગી પામેલ મહિલાઓને તા. ૧૦ માર્ચના રોજ આયોજિત કાર્યક્રમમાં જાહેર રીતે સન્માનિત કરવામાં આવશે, તેમ જિલ્લા મહિલા અને બાળ અધિકારી, ભાવનગર એ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *