Headlines

ભાવનગરમાં ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા માટે કંટ્રોલરૂમ શરૂ કરાયા 

વિપુલ હિરાણી દ્વારા 

ભાવનગર તા.૨૫ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તા. ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૬ થી શરૂ થતી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારુ સંચાલન અને વિદ્યાર્થીઓના માર્ગદર્શન માટે ભાવનગર જિલ્લા કક્ષાનો કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે. આ કંટ્રોલ રૂમ તારીખ ૨૫ ફેબ્રુઆરીથી ૧૯ માર્ચ સુધી સતત કાર્યરત રહેશે.

જિલ્લા શિક્ષણાધિકારી ના જણાવ્યા પ્રમાણે ભાવનગર શહેરના બહુમાળી ભવન ખાતે ચોથા, પાંચમા અને છઠ્ઠા માળે આવેલી કચેરીમાં આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પરીક્ષાર્થીઓ અથવા વાલીઓ પરીક્ષા સંબંધી કોઈ પણ મૂંઝવણ કે માર્ગદર્શન માટે સવારે ૭:૦૦ થી રાત્રે ૮:૦૦ વાગ્યા દરમિયાન કંટ્રોલ રૂમનો સંપર્ક કરી શકશે. બોર્ડના પ્રતિનિધિ રાજુભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર, અહીં અલગ-અલગ શિફ્ટમાં નિષ્ણાત સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.જિલ્લા કક્ષાએ સંપર્ક કરવા માટે ૦૨૭૮-૨૪૨૬૬૨૯ અથવા ૮૧૪૧૫૪૭૭૧૨ (જે.વી. સોલંકી) પર ફોન કરી શકાશે. આ ઉપરાંત, બોર્ડ દ્વારા રાજ્ય કક્ષાનો ટોલ-ફ્રી હેલ્પલાઇન નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પણ જાહેર કરવામાં આવ્યો છે, જે ખાસ કરીને પરીક્ષાના તણાવ અને માનસિક મૂંઝવણ દૂર કરવામાં સહાયક બનશે.

ઓનલાઇન માર્ગદર્શનની સુવિધા

પરીક્ષાર્થીઓની સુવિધા માટે વિષયવાર ઈ-મેઈલ એડ્રેસ પણ જાહેર કરાયા છે. ધોરણ-૧૦ (SSC) માટે ssc10exam@gmail.com, ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ માટે gsebhscscience2025@gmail.com અને સામાન્ય પ્રવાહ માટે hsck1gseb@gmail.com પર સંપર્ક કરી શકાશે. વધુ માહિતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ www.gseb.org પર ઉપલબ્ધ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *