
વિપુલ હિરાણી, ભાવનગર તા.ર
ભાવનગર ના સવાઈ નગર ગામમાં જમીન ના ઝગડામાં સગા ભાઈની હત્યા કરનાર મોટાભાઈ ની પોલીસે ધરપકડ કરી છે.
ભાવનગરના નજીકના સવાઈનગર ગામે ચાર દિવસ પહેલા જમીનના ઝગડામાં મોટાભાઈ મુકેશ પરમારે નાનાભાઈ ચંદુભાઈની ધારિયું મારી હત્યા કરી હતી
જે બનાવમાં પોલીસે આરોપીને ઝડપી લીધો છે. ચાર દિવસ પહેલા મુકેશ પરમાર નામના હત્યારા ભાઈએ તેના નાના ભાઈ ચંદુભાઈ પરમાર નામના યુવકની કરપીણ હત્યા કરી હતી . સનેસ પોલીસે હત્યાનો ગુનો નોંધીને ચાર દિવસથી ફરાર થયેલા આરોપી મુકેશ પરમાર ની આજે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે ભાવનગર જિલ્લામાં ભાઈ દ્વારા ભાઈની હત્યાના બનાવો વધી રહ્યા છે. પહેલા પણ ભાવનગર જિલ્લાના પાલીતાણા ખાતે સર્વોદય સોસાયટી ખાતે મિલકતના ઝઘડામાં ભાઈ દ્વારા ભાઈની હત્યા થયા નો બનાવ નોંધાયો હતો અને તેમાં પણ અત્યારે ભાઈની ધરપકડ થઈ હતી.