વિપુલ હિરાણી દ્વારા
ભાવનગર તા.૨૨
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમ ખાતે યોજાયેલ AI સમિટ દરમિયાન કોંગ્રેસ પક્ષ તેમજ રાહુલ ગાંધી દ્વારા દેશને “હાસ્યાસ્પદ” ગણાવ્યું તેના વિરોધ ના અનુસંધાન ના પ્રત્યાઘાત સ્વરૂપે ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગર યુવા મોરચા દ્વારા વિરોધ માર્ચ (પદયાત્રા)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ કુમારભાઈ શાહ ના માર્ગદર્શન અને યુવા મોરચા ના પ્રમુખ ભવદિપસિંહ ગોહિલ ની આગેવાની હેઠળ યોજાઈ હતી.જેમાં ભાવનગર મેયર ભરતભાઈ બારડ, શહેર સંગઠન ના પદાધિકારી,પૂર્વ મહામંત્રીો, ભાવનગર મહાનગર ના પદ અધિકારીઓ ,નગરસેવાકશ્રીઓ,વિવિધ મોરચાના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.


