

સંગઠન, જનપ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓની સાથે મળીને મંત્રીશ્રીએ ઉમેદવાર અમરશીભાઈના સમર્થનમાં લોકસંપર્ક કર્યો.
ગુજરાતના સામાજિક ન્યાય અને સશક્તિકરણ તેમજ મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરીયાએ ગત ૦૬/૦૨/૨૦૨૫ ના રોજ ભાવનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી અંતર્ગત વડવા – બ વોર્ડના ભાજપી ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લીધી હતી, તેમજ ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમાના સમર્થનમાં જન સંપર્ક કરીને પ્રચંડ બહુમતીથી વિજય અપાવવા અપીલ કરી હતી. આ વેળાએ શહેર ભાજપ મહામંત્રી પાર્થભાઈ ગોંડલીયા, ડે. મેયર મોનાબેન પારેખ, વોર્ડ પ્રભારી કિશોરભાઈ ચૌહાણ, ચૂંટણી પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા, શહેર સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ, અનુ જાતી મોરચાના હોદ્દેદારો તેમજ વડવા- બ વોર્ડના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



