Headlines

​ભાવનગરમાં લગ્ન પ્રસંગમાં આવેલા સુરત, રાજકોટ, વાંકાનેર, ભાવનગરના 5 તબીબો “રાજાપાઠ”માં  ઝડપાયા

વિપુલ હિરાણી દ્વારા 

​ભાવનગર તા.૨૩

ભાવનગર શહેરના તરસમીયા-માલણકા રોડ પર આવેલી શિવધારા સોસાયટીમાં લગ્નનો ઉતારો આપવામાં આવ્યો હતો, જ્યાં પાંચ તબીબો નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે.  પોલીસે પાંચેય તબીબોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરવશહેરના તરસમીયા-માલણકા રોડ પર એનેસ્થેસિયાના તબીબ ડોક્ટર ના ઘરે લગ્ન પ્રસંગ હતો. આ પ્રસંગમાં જાનમાં આવેલા અન્ય તબીબ મિત્રોને રહેવા માટે શિવધારા સોસાયટીના એક મકાનમાં ઉતારો આપવામાં આવ્યો હતો. આ તબીબો મોંઘી બ્રાન્ડનો દારૂ પીને નશાની હાલતમાં છાકટા બનીને રોડ પર ફરતા હતા, જે દરમિયાન ભરતનગર પોલીસે તેમને ઝડપી પાડ્યા હતા. જેમાં સુરતના ડો. નિકુંજ ભરતભાઈ કાતરોડીયા અને ડો. ભાર્ગવ ઘનશ્યામભાઈ સોહલીયા, રાજકોટ સિવિલ હોસ્પિટલના ડો. દર્શન કેશુભાઈ વિરમગામા, ભાવનગરના ડો. રાકેશ રમેશભાઈ જાલોંધરા અને કોડીનારના ડો. વિવેક ભીખાભાઈ રામનો સમાવેશ થાય છે. ભરતનગર પોલીસે ફરીથી પાંચેય તબીબોની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *