
ચૂંટણી અંગેની પ્રબંધન અને સંચાલન સમિતિની બેઠકમાં પૂર્વ અને વર્તમાન હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ તેમજ અપેક્ષિત આગેવાનો ઉપસ્થીત રહ્યા
હરેશ પરમાર, ભાવનગર
આજ રોજ વડવા- બ ની ચૂંટણી અંગે શહેર ભાજપ કાર્યાલય સતત વ્યસ્ત રહ્યું હતું. વડવા- બ ના બુથોમાં સતત પત્રિકા રાઉન્ડ શરૂ હતા, ત્યારે શહેર ભાજપ કાર્યાલય ખાતે અધ્યક્ષ. અભયસિંહ ચૌહાણ અને ધારાસભ્ય જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં ચૂંટણીની વ્યવસ્થા અંગેની ‘પ્રબંધન સમિતિ’ તેમજ ચૂંટણીની સંપૂર્ણ દેખરેખ અંગેની ‘સંચાલન સમિતિ’ની બેઠકોનો ધમધમાટ શરૂ રહ્યો હતો, જેમાં મેયર ભરતભાઇ બારડ, ઉમેદવાર અમરશીભાઈ ચુડાસમા, મહામંત્રીઓ અલ્પેશભાઈ પટેલ, નરેશભાઈ મકવાણા અને પાર્થભાઈ ગોંડલીયા તેમજ અમોહભાઈ શાહ અને ગીરીશભાઈ શાહ જેવા વરિષ્ટ આગેવાનો, ચૂંટણી પ્રભારી નરેન્દ્રસિંહ જાડેજા તેમજ પૂર્વ પ્રમુખો અને મહામંત્રીઓ સહિત પૂર્વ હોદ્દેદારો, અને વર્તમાન અને પૂર્વ જન પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. અપેક્ષિત હોદ્દેદારોની આ બન્ને બેઠકોમાં ચૂંટણી લક્ષી સમીક્ષા અને આયોજનનો મેપ તૈયાર કરવામાં આવ્યો હતો તેમજ ચૂંટણીલક્ષી જવાબદારીઓ સોંપવામાં આવી હતી.





