Friday June 20, 2025

ભાવનગરમાં 3.30 લાખના મેથા એમ્ફેટામાઇન ડ્રગ્સ સાથે અલ્તાફ ઝડપાયો

૩૩ ગ્રામ ૭૧ મીલી ગ્રામના મેથા એમ્ફેટામાઇન કિં.રૂ.૩,૩૭,૧૦૦/- ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમ ઝડપી લેતી ભાવનગર એસઓજી

નારન બારૈયા, ભાવનગર

ગુજરાત સરકાર દ્વારા “નશા મુક્ત ગુજરાત” અભિયાન સમગ્ર ગુજરાતમાં ચાલુ કરવામાં આવેલ તે અંતર્ગત ભાવનગર રેન્જ આઇ.જી.પી ગૌતમ પરમાર અને ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક ડો.હર્ષદ પટેલે ભાવનગર જીલ્લામાં નાર્કોટીક્સ ડ્રગ્સની બદીને સંપુર્ણ નેસ્તનાબુદ કરવા માટે ભાવનગર જિલ્લા તથા રાજ્ય માંથી ચોરી છુપીથી નાર્કોટીકસ ડ્રગ્સ લાવી ભાવનગર જિલ્લામા ઘુસાડી યુવાધનને નશાના અંધકારમા ધકેલવાની પ્રવ્રુતિ કરતા ઇસમો ઉપર વોચ રાખી તેવી પ્રવ્રુતિ અટકાવવા કડક હાથે ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરવા માટે આપેલ સખત સુચના અનુસાર તથા “NO DRUGS IN BHAVNAGAR ” અભિયાન ચાલુ કરવામાં આવેલ છે. અને તેમના વિરૂધ્ધ કાર્યવાહી કરવા પોલીસ અધિક્ષકે સુચના આપેલ હોય તે સુચના અન્વયે ભાવનગર એસ.ઓ.જી. ઇ/ચા પો.ઇન્સ. ડી.યુ.સુનેસરા દ્વારા એસ.ઓ.જી સ્ટાફના એ.એસ.આઇ. ગુલમહમંદભાઇ કોઠારીયાની બાતમીના આધારે અલ્તાફભાઇ જુમાભાઇ ચૌહાણ (ઉ.વ ૪૦ રહે પ્રભુદાસ તળાવ, મફતનગર ભાવનગર)એ પોતાના કબ્જમાં મેથા એમ્ફેટામાઇન (Methamphetamine)ડ્રગ્સ જેનુ વજન- ૩૩ ગ્રામ ૭૧ મીલીગ્રામ કિ.રૂ. ૩,૩૭,૧૦૦/- તથા એક ડીઝીટલ વજન કાંટો-૦૧ કિં.રૂ.૨૦૦/- મળી કુલ કિ.રૂા.૩,૩૭,૩૦૦/- ના મુદ્દામાલ સાથે મજકુર એક ઇસમને પકડી પાડેલ આ અંગે તેના સામે એન.ડી.પી.એસ. એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી, એસ.ઓ.જી.ના એ.એસ.આઇ જી.એ.કોઠારીયા દ્વારા ગંગાજળીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આ કાર્યવાહીમાં એએસઆઈ ગુલમહંમદભાઇ કોઠારીયા, મહાવીરસિંહ ગોહિલ, વિજયસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ ગોહિલ તથા કોન્સ્ટેબલ મિનાજભાઇ ગોરી, ધર્મદીપસિંહ જાડેજા, હરપાલાસિંહ ગોહિલ, મુકેશભાઇ પરમાર તથા હરેશભાઇ મકવાણા, પ્રતાપસિંહ પરમાર જોડાયા હતા.

મેથેમ્ફેટેમાઈન ડ્રગ્સ શુ છે?

મેથેમ્ફેટેમાઇન એક પ્રકારનું સીન્થેટીક ડ્રગ્સ છે. જે એકાએક મુડને ઉત્તેજીત કરીને અલગ પ્રકારની રંગીન દુનીયામાં હોવાનો અહેસાસ કરાવે છે. તે સ્ટીમ્યુલન્ટ અને હેલુસિનોજેન્ટ એટલે કે મુડ ઉત્તેજક તરીકેની રાસાયણીક પ્રક્રિયા શરીરમાં ભજવે છે. મેથેમ્ફેટેમાઇન ને ઇસ્ટેસી અથવા મોલી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ડ્રગ્સ અન્ય માદક દ્રવ્યો જેવા કે કોકેઇનની સરખામણીમાં સસ્તું અને વધુ નશાકારક હોવાનું મનાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top