Saturday June 21, 2025

ભાવનગર ડિવિઝન થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રિક્વન્સી માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી

ભાવનગર
યાત્રિયોની સુવિધા માટે, પશ્ચિમ રેલ્વે દ્વારા ભાવનગર રેલ્વે મંડળ થઈને ચાલતી 4 જોડી સ્પેશિયલ ટ્રેનોની ફ્રીક્વન્સી માર્ચ 2025 સુધી વધારી દેવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના સીનિયર ડીસીએમ શ્રી માશૂક અહમદના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે:-

  1. ટ્રેન નંબર 09207/09208 બાંદ્રા ટર્મિનસ-ભાવનગર સાપ્તાહિક સ્પેશિયલ
    ટ્રેન નંબર 09207 બાંદ્રા ટર્મિનસ – ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 27 ડિસેમ્બર, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 28 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
    તેવી જ રીતે, ટ્રેન નંબર 09208 ભાવનગર-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ, જે અગાઉ 26 ડિસેમ્બર, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 27 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
  2. ટ્રેન નંબર 09211/09212 ગાંધીગ્રામ – બોટાદ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
    ટ્રેન નંબર 09211 ગાંધીગ્રામ – બોટાદ સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
    એ જ રીતે, ટ્રેન નંબર 09212 બોટાદ-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
  3. ટ્રેન નંબર 09216/09215 ભાવનગર-ગાંધીગ્રામ દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
    ટ્રેન નંબર 09216 ભાવનગર-ગાંધીગ્રામ સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
    એ જ રીતે, ટ્રેન નંબર 09215 ગાંધીગ્રામ-ભાવનગર સ્પેશિયલ, જે અગાઉ 31 ડિસેમ્બર, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તે હવે 1 ઓક્ટોબરથી 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
  4. ટ્રેન નંબર 09530/09529 ભાવનગર-ધોલા દૈનિક સ્પેશિયલ [અનરિઝર્વ્ડ]
    ટ્રેન નંબર 09530 ભાવનગર-ધોલા સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.
    તેવી જ રીતે, ટ્રેન નંબર 09529 ધોલા-ભાવનગર સ્પેશિયલ જે અગાઉ 31 ડિસેમ્બર, 2024 સુધી અધિસૂચિત કરવામાં આવી હતી, તેને હવે 1 ઓક્ટોબરથી 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top