શંભુ સિંહ, ભાવનગર
ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં પોતાના પ્રાણોની આહુતિ આપનાર અમર શહીદોની સ્મૃતિમાં પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ પર 30 જાન્યુઆરી 2026ના રોજ શહીદ દિવસ શ્રદ્ધા અને સન્માન સાથે ઉજવવામાં આવ્યો. આ અવસરે મંડળ કચેરી, રેલવે સ્ટેશનો, હેલ્થ યુનિટો તથા કોચિંગ ડેપો સહિત મંડળના તમામ પ્રતિષ્ઠાનોમાં પ્રાતઃ 11.00 વાગ્યે બે મિનિટનું મૌન રાખીને વીર શહીદોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલ કુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે શહીદ દિવસના ઉપલક્ષ્યમાં મંડળ કચેરીમાં મૌન અવધિના પ્રારંભ અને સમાપ્તિ સમયે સાયરન વગાડીને તમામ વિભાગીય કર્મચારીઓને સચેત કરવામાં આવ્યા, જેથી કાર્યક્રમનું અનુશાસિત અને ગૌરવપૂર્ણ આયોજન સુનિશ્ચિત થઈ શકે.
આ અવસરે મંડળ કચેરીની લોબીમાં મંડળ રેલ પ્રબંધક દિનેશ વર્મા, અપર મંડળ રેલ પ્રબંધક હિમાઁશુ શર્મા સહિત મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ એકત્રિત થઈને બે મિનિટનું મૌન રાખી દેશ માટે પોતાના પ્રાણો ન્યોછાવર કરનાર વીર શહીદોને નમન કર્યું.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓએ શહીદોના બલિદાનને સ્મરણ કરતાં તેમના આદર્શોને પોતાના જીવન અને કાર્યમાં અપનાવવાનો સંકલ્પ પણ લીધો.
