ધ ગ્રેટ વર્લ્ડ, ભાવનગર
બિહાર સરકારના શહેરી વિકાસ અને ગૃહનિર્માણ મંત્રી તેમજ ભારતીય જનતા યુવા મોરચા (બી.જે.વાય.એમ) ના પૂર્વ રાષ્ટ્રીય મહાસચિવ તેમજ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે જવાબદારી નિભાવતા નીતિન નબીનજી તાજેતરમાં રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતાં, તે બદલ ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ કુમારભાઈ શાહ, ભાવનગર- બોટાદના સાંસદ તેમજ કેન્દ્રીય રાજ્ય મંત્રી નિમુબેન બાંભણીયા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અને રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી, પૂર્વ ધારાસભ્ય સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ સહિત મહાનગર પાલિકાના પદાધિકારીઓ અને નગરસેવકો, વરિષ્ટ આગેવાનો, પૂર્વ પ્રમુખો અને મહામંત્રી, તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ નીતિન નબીનજીને રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાવા બદલ અભિનંદનસહ શુભકામનાઓ પાઠવી હતી.
