Headlines

મહાશિવરાત્રી નિમિતે શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા વિવિધ સેવાકાર્ય યોજ્યા

ધ ગ્રેટ વર્લ્ડ , પોરબંદર

મહાશિવરાત્રી નિમિતે પોરબંદરના જાણીતા શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામીના આશીર્વચનથી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃતિઓ તથા અન્ય કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું હતું.
સો પ્રથમ શિશ્વેશ્વર મહાદેવ ને રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને શિવભક્તોને પાર્થિવ શિવલિંગ બનાવીને ષોડશોપચાર પૂજન કરવામાં આવ્યું તથા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો ને લઘુ રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો.
સાંજે ૧૦૮ દીવડાની આરતી તથા દીપમાળા શિવાંશગિરી ગોસ્વામી તથા ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગિરી ગોસ્વામી તરફથી કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરના સમયે ધર્મ તરફ નાના બાળકો વળે અને ધાર્મિક જ્ઞાન મળે એ હેતુથી શિવકથાકાર માધુરીબેન ગોસ્વામીનું ભગવાન શિવ ઉપર પ્રવચન રાખવામાં આવ્યું હતું. આ ઉપરાંત શિવકથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા શિવ@સ્માંઇલબેંક અંતર્ગત નાના બાળકોને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું અને ગાયોને ઘાસચારોને નાખવામાં આવ્યો હતો, પક્ષીઓને ચણ, શ્વાનને રોટલા ને કીડી ને કીડીયારું નાખવામાં આવ્યુ હતું.

શિવ કથાકાર માધુરીબેન ગોસ્વામી દ્વારા ખાસ પોતાના પ્રવચનમાં અપીલ કરવામાં આવી કે કોઈ પણ સારો તહેવાર હોય સારા દિવસો હોય ત્યારે આપની આજુબાજુમાં જે જરૂરિયાત વાળા લોકો છે તેને મદદ રૂપ થવું જોઈએ. આપની આજુબાજુ જે અન્ય જીવો છે તેને પણ રોટલો,બિસ્કીટ, ચારો નાખવું જોઈએ. ખાસ ને નાના બાળકો છે તેને મંદિરે લઈ જવા જોઈએ ને આપવા જે તહેવારો છે તેનું ધાર્મિક મહત્વ સમજાવવું જોઈએ. સનાતન ધર્મની સમજ આપવી આજના સમયમાં ખુબજ જરૂરી છે જો સાચું મહત્વ સમજી શકશે તો જે આજે અઘટિત ઘટનાઓ બને છે અટકી જાસે ને આજનું યુવાધન યોગ્ય દિશા તરફ વળશે. મહાશિવરાત્રી નિમિત્તે સંપૂર્ણ આ સેવાકાર્યમાં શ્રી ગજાનન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ ભરતગિરી ગોસ્વામી યોગીતાબેન ગોસ્વામી તથા આર્થિક સહયોગ નરસીંહભાઈ જુગી નો રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *