માઘ પૂર્ણિમાએ દ્વારકામાં માનવ મહેરામણ ઉમટયો

હજારો ભાવિકોએ ગોમતી સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યુ

જામ ખંભાળિયા, તા. ૧૨-૦૨-૨૦૨૫

      દ્વારકા યાત્રાધામમાં દર મહિને હજારો ભાવિકો પૂનમ ભરવા આવતા હોય છે. આજરોજ માઘ પૂર્ણિમા નિમિત્તે હજારો ભાવિકોએ વહેલી સવારથી જ પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરીને પુણ્યનું ભાથું બાંધ્યું હતું.

        ભાવિકોએ પવિત્ર ગોમતી સ્નાન બાદ છપ્પન સીડીએ સ્વર્ગ દ્વારેથી જગતમંદિરમાં પ્રવેશીને કાળિયા ઠાકોરજીના દર્શન કર્યા હતા. ભાવિકો ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળી ભાવવિભોર થયા હતા. મંદિર વહેલી સવારે છ વાગ્યે ખૂલ્યા હોય પવિત્ર ગોમતી સ્નાન બાદ ઠાકોરજીના દિવ્ય દર્શન નિહાળવાની પરંપરા અનુસાર હજારો ભાવિકો ઉમટયા હતા.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *