પોલીસ સ્ટેશનથી માત્ર 1 km દૂર અનુસૂચિત જાતિ વાસમાં બનેલી આ ઘટનાથી પરિવાર સ્તબ્બત: પોલીસ તપાસરત
પોરબંદર
પોરબંદર જિલ્લાના માધવપુર ખાતે આવેલ અનુસૂચિત જાતિ વાસમાં મેનાબેન નામની એક 23 વર્ષની યુવાન મહિલા પોતાની ત્રણ વર્ષની બાળકીને લઈને ગામમાં જવાનું કહીને ક્યાંક ગુમ થઈ ગયા છે. તેના પરિવાર અને પોલીસ દ્વારા શોધખોળ ચાલી રહી છે.
પોલીસે કહ્યું કે આ ઘટના પોલીસ સમક્ષ જાહેર કરનાર મનસુખભાઈ બચુભાઈ કાથડની પત્ની મેનાબેન (ઉ.વ.૨૩) ગઈ તા.૪/૧૨/૨૦૨૪ના રોજ સાંજના આશરે 4 વાગ્યાના અરસામાં ઘરેથી માધવપુર ગામમાં જવાનું કહી તેમની સાથે પોતાની દિકરી રીયાબેન (ઉ.વ.3)ને લઇને ક્યાંક જતી રહેલ છે. તા.૪/૧૨/૨૦૨૪ કલાક ૧૬/૦૦ વાગ્યા પછી કોઈ પણ સમયે પોલીસ થાણાથી માત્ર ૧ કી.મી. દુર માધવપુર ગામ, અનુ.જાતી વાસ ખાતે બનેલી આ ઘટના અંગે પોલીસને જાણ થતાં જમાદાર એચ.એસ મોઢવાડિયાએ તપાસ હાથ ધરી છે. માધવપુર એ બહારી તત્વોની કેટલીક ભેદી હીલચાલો અને ગુપ્ત પ્રવૃત્તિઓથી પણ ચર્ચામાં છે ત્યારે એ જરૂરી છે કે પોલીસ આ ઘટનાને સામાન્ય ગુમનોંધ અથવા તો જાણવાજોગ ગણીને, સામાન્ય દારૂડિયા-ફારુડિયાં-જુગારિયાં-બુગારિયાંને પકડીને પોતાની કામગીરી કે પરફોર્મન્સ બતાવવાની લ્હાયમાં, આ ઘટનાને એવોઇડ ન કરે. આ ઘટના પાછળ એક મોટું ડિટેકશન હોઈ શકે છે.