Friday June 20, 2025

મોજપ ગામે ખુલ્લા પ્લોટમાં બાવળના ઝાંખરાની વાળ કરતા પરિવારજનો પર દસ શખ્સો દ્વારા હુમલો: મારી નાખવાની ધમકી

કુંજન રાડિયા, મીઠાપુર

        ઓખા મંડળના મીઠાપુર તાબેના મોજપ ગામે રહેતા માયાભા ગગાભા કુંભાણી નામના 33 વર્ષના હિન્દુ વાઘેર યુવાન તેમની સાથે ગગાભા રાણાભા, વાઘાભા દેવુભા અને જીવણભા ગગાભા સાથે મળીને આરોપી કિશનભા ઉર્ફે અનિલભાના ઘર પાસે આવેલા ફરિયાદી માયાભા ગગાભાના ખુલ્લા પ્લોટ (વાડા)માં બાવળના ઝાખરા કાપીને વાડ કરતા હતા.

        ત્યારે આ બાબતે બોલાચાલી કરી હઠીયાભા જીવણભા, દીપુભા જીવણભા, રાજુભા હઠીયાભા, કિશનભા ઉર્ફે અનિલ ઓઘડભા, ભરતભા ઓઘડભા, શોભનાબેન અનિલભા, સીમાબેન દીપુભા, જશુબેન રાજુભા હઠીયાભા, સંતોકબેન ભરતભા અને ભીખુભા પોલાભા કારા નામના 10 શખ્સોએ સાથે મળી, બિભત્સ ગાળો કાઢી, ધારીયા તેમજ લાકડાના ધોકા વડે હુમલો કર્યો હતો.

         આ બઘડાટીમાં ફરિયાદી તેમજ સાહેદોને નાની મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ રીતે 10 આરોપીઓએ સાથે મળી, ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ માયાભા ગગાભા કુંભાણી દ્વારા મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

____________________________________________________________________________

ખંભાળિયામાં પરપ્રાંતિય શ્રમિકને હાર્ટ એટેક

        મહારાષ્ટ્ર રાજ્યના નંદુરબાર જિલ્લાના તળોદા ગામના મૂળ રહીશ અને હાલ ખંભાળિયા તાલુકાના મોવાણ ગામે રહેતા તથા ખેત મજૂરી કરતા પ્રવીણભાઈ નવાભાઈ પાડવી નામના 42 વર્ષના યુવાનને શુક્રવારે સાંજના સમયે હૃદયરોગનો ઘાતક હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ અજયભાઈ પાડવીએ ખંભાળિયા પોલીસને કરી છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top