Saturday June 21, 2025

કુતિયાણાના સુમાર વેકરા કાંઠે ભાદર જાપાના શખ્સનો મજૂર યુવક ઉપર હુમલો

રાણાભાઇ રાહુલના પિતા સાથે બેસતા હતા એનો રાહુલને વાંધો હતો

લોખંડના પાઇપ અને ચાકુના આડેધડ ઘાથી રાણાભાઇ ને લોહિયાળ ઇજાઓ: પોલીસ ફરિયાદ

પોરબંદર
કુતિયાણાનો એક મજૂર યુવાન ભાદર જાપાનાં એક વડીલ સાથે ઉઠતો બેસતો હતો પરંતુ એ વડીલના દીકરાને આ યુવાન તેના પિતાજી સાથે બેઠક રાખે એનો વાંધો હતો કારણ કે એ બંને પિતા પુત્ર વચ્ચે જમીન બાબતે માથાકૂટ ચાલ્યા કરતી હતી. બસ આ કારણસર એ વડીલના દીકરા રાહુલે મજૂરી યુવાન પર હુમલો બોલી દીધો હતો. રાહુલે એકલા એ જ રાણાભાઇ ઉપર લોખંડના પાઇપ અને ચાકુ વડે હુમલો કરી રાણાભાઇને સખત ઈજાઓ કરી હતી. અંતે પોલીસ ફરિયાદ થઈ.
પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે રાણાભાઇ કારાભાઇ ઓડેદરા (ઉ.વ.૩૦ ધંધો મજુરી રહે. ચકલાપરા કુતિયાણા)એ રાહુલ સાજણભાઇ મોઢવાડીયા રહે-ભાદરજાપા કુતિયાણા) સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૧૫(૨),૧૧૮(૧),૩૫૨,૩૫૧(૩) તથા જી.પી.એકટ ૧૩૫ મુજબ ફરિયાદ નોંધાવી છે ફરિયાદ અનુસાર ફરીયાદી આરોપીના બાપુજી સાજણભાઇ મસરીભાઇ મોઢવાડીયા સાથે બેસતો ઉઠતો હોય અને આરોપીને તેમના બાપુજી સાથે જમીન બાબતે વાંધો સાલતો હોય જેથી આ કામના આરોપીએ ફરીયાદીને તેમના બાપુજી સાથે નહિ બેસવા બાબતે ફરીયાદી સાથે વાતચીત કરી વધારે વાતચીત કરવા પોતાની વાડીએ લઇ ગયેલ અને ત્યા આરોપીએ ફરીયાદી સાથે મારામારી કરી ઝધડો કરી લોખંડના પાઇપ વડે બંન્ને પગમા મારમારી ઇજા કરી તથા જમણા હાથની કોણીના નીચેના ભાગે ચાકુ વડે એક ધા મારી આશરે દસ ટાંકાની ઇજા કરી, જેમ ફાવે તેમ ભુડીગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. તા.૨૨/૧/૨૦૨૫ ના ૧૪/૩૦ પછીના કોઇ સમયે કુતિયાણા સુમાર વેકરા કાંઠે આવેલ આરોપીની વાડીયે બનેલી આ ઘટના અંગે હેડ કોન્સ્ટેબલ વરુએ કુતિયાણા અધિકારીના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top