રાણાવાવના આસીયાપાટ તથા ગંડિયાવાળાનેસમાં દબાણખોર ગુંડા તત્વોના પાકમાં બાંધકામોનો કડૂસલો બોલાવતી રાણાવાવ પોલીસ: મામલતદાર કચેરી સાથે મદદમાં રહી “સુંદર” ડીમોલીશન ગુંડાઓનું “સામાજીક સૌંદર્ય” નષ્ટ કર્યું

ધ ગ્રેટ વર્લ્ડ, રાણાવાવ
પોરબંદર જિલ્લાના રાણાવાવ પંથકના બે જાણીતા ગુંડાઓએ કરેલા પાકા મકાન બાંધકામોને રાણાવાવ થાણા અધિકારી તળાવીયા અને તેમની ટીમે બુલડોઝરની મદદથી હતા-નહોતા કરી નાખ્યા છે.


મામલતદાર કચેરી સાથે મદદમાં રહી પોલીસે “સુંદર” ડીમોલીશન ગુંડાઓનું “સામાજીક સૌંદર્ય” નષ્ટ કર્યું હતું.

ગુજરાત ડી.જી.પી. તરફથી અસામાજીક ગુંડા તત્વો વિરુદ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી થાય તે માટે ૧૦૦ કલાકની અંદર અસામાજીક તત્વોનું લીસ્ટ બનાવી તેમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અસામાજીક ગુંડા તત્વો સામે સત્વરે કડક કાર્યવાહી કરવા યાદી તૈયાર કરાવી છે કે યાદી મુજબના તમામ અસામાજીક ગુંડા તત્વો ઉપર અસરકારક શિક્ષાત્મક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે ગુંડા તત્વોએ કોઈ ગેરકાયદેસર દબાણ કરેલ છે કે કેમ તે અંગે તપાસ કરી રહેલ હતા તે દરમ્યાન નીચે જણાવેલ બન્ને અસામાજીક તત્વોની ગેરકાયદેસર મીલકત ધ્યાને આવતાં રાણાવાવ ડીવીઝન વિભાગના ડીવાયએસપી ધુવલ સી. સૂતરીયાના માર્ગદર્શન હેઠળ રાણાવાવ પીઆઇ એન.એન.તળાવીયા તથા પીએસઆઇ આર.વી.મોરી તથા એસ.એમ કણઝરીયા અને રાણાવાવ સ્ટાફના માણસોની અલગ-અલગ ટીમો બનાવી રાણાવાવ મામલતદાર કચેરીના સ્ટાફ સાથે રહી પો.સ્ટે. વિસ્તારના અસામાજીક ગુંડા તત્વો તથા દબાણકારીઓ ઉપર ડીમોલેશનની કામગીરી હાથ ધરી નીચે મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવેલ છે તેમજ આ સિવાય અસામાજીક તત્વોએ કોઈ ગેરકાયદેસર દબાણ કરેલ છે કે કેમ તે બાબતે તપાસ તજવીજ ચાલુ છે.

અસામાજીક ગુંડા તત્વોના નામ અને ડીમોલેશનની વિગત

(૧) કરશન કાનાભાઈ કોડીયાતર રહે.ગંડિયાવાળાનેશ તા.રાણાવાવ જી.પોરબંદર-ગેરકાયદેસર બાંધકામવાળુ મકાન ડીમોલેશન કરવામાં આવેલ છે.

(૨) સંજય બાબુભાઈ ગોરાણીયા રહે.આસીયાપાટ ગામ વાડી વિસ્તાર તા.રાણાવાવ જી.પોરબંદર- ગેરકાયદેસર બાંધકામવાળુ મકાન ડીમોલેશન કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *