Saturday June 21, 2025

રાણાવાવ બાયપાસ પર બાઈક પરથી પડી જતા પોરબંદરની મહિલાનું મોત

મહિલા પોતાના પતિની બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે સાડીનો છેડો વ્હીલમાં ભરાઈ જતા બનેલો બનાવ

પોરબંદર
પોરબંદરની એક 35 વર્ષની યુવાન મહિલા તેના પતિની બાઈક પાછળ બેસીને જઈ રહી હતી ત્યારે રાણાવાવ બાયપાસ હાઈવે રોડ પર બનેલી એક ઘટનામાં બાઈક ના વીલ માં સાડી આવી જતા નીચે પડી જતા માથામાં ગંભીર ઈજા થતાં સારવાર દરમિયાન તેનું મોત થયું છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પ્રભાબેન જીતેશ ભીમાભાઇ રાઠોડ (ઉ.વ.૩૫ રહે.પોરબંદર કડીયા પ્લોટ વણકરવાસ જી.પોરબંદર) તેના પતિ પાછળ મોટર સાયકલમાં બેસી જતા હોય દરમ્યાન ચાલુ મોટર સાયકલએ વ્હીલમાં સાડી આવી જતા નીચે પડી જતા માથાના ભાગે ગંભીર ઇજા થતા સારવાર દરમ્યાન મરણ ગયા છે. તા.૨૯/૧૨/૨૦૨૪ ના કલાક- ૧૩/૦૦ વાગ્યા ના અરસામાં સ્વામી વિવેકાનંદ સ્કુલ સામે રાણાવાવ બાયપાસ હાઇ વે રોડ પર બનેલી આ ઘટના અંગે ગઈકાલે મરનારના પતિ જીતેશ ભીમાભાઇ રાઠોડએ પોલીસને જાણ કરતા રડાવાવ પીએસઆઇ વી ડી વાઘેલાએ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top