Headlines

વિશ્વનાથ મહાદેવમાં મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિતે સદભાવના સેવા મંડળ પોરબંદર દ્વારા સેવાકીય કાર્યો થયાં

ખબર જગત , પોરબંદર
છાયા પંચાયત ચોકી પાસે ખૂબ પૌરાણિક એવું વિશ્વનાથ મહાદેવનું લોકોના આસ્થાનું પ્રતીક એવું આ પ્રાચીન મંદિર છે. આ મંદિરમાં સેવા પૂજા નિયમિત રીતે અજયગીરી રામદત્તી દ્વારા કરવામાં આવે છે.શ્રાવણ માસ તેમજ રોજ માટે અનેક દર્શનાર્થીઓ નિયમિત લાભ લે છે. પોરબંદરમાં આવેલ અનેક શિવ મંદિરો પોતાનો એક આગવો ઇતિહાસ ધરાવે છે એમ આ મંદિર પણ પોતાની આગવી શૈલી ધરાવે છે. આ વર્ષે પણ મહાશિવરાત્રી પર્વમાં વિશ્વનાથ મિત્ર મંડળ અને સદ્ ભાવના સેવા મંડળ, પોરબંદર તથા આર્થિક યોગદાન આપનાર દાતાઓના સંયુક્ત ઉપક્રમે મહાશિવરાત્રીના પાવન પર્વ પર ત્રણ મહાઆરતી, વિશેષ શ્રીંગાર દર્શન, દિવ્ય સત્સંગ અને ફરાળી પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યુ હતું, જેમાં સવારથી પોરબંદરની હજારોની સંખ્યામાં ધર્મપ્રેમી તેમજ શિવ ભક્તોએ દર્શન – પ્રસાદીનો લાભ લીધો હતો. આ તમામ મહોત્સવના આયોજનમાં સંપૂર્ણ શ્રી વિશ્વનાથ મિત્ર મંડળ અને સદભાવના સેવા મંડળ પોરબંદર ના સભ્યો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *