Headlines

શિક્ષણ ની પ્રગતિના ચાર સ્તભછે: ગુણવતા, વિજ્ઞાન, ટેક્નોલોજી, સંશોધન – ડો વિરમભાઇ ગોઢાણીયા


પોરબંદરની ગોઢાણીયા સ્કૂલના અધ્યાપક રામ બાપોદરાને રાષ્ટ્રીય એવૉર્ડ મળવા બદલ અભિવાદન

ધ ગ્રેટ વર્લ્ડ, પોરબંદર

સૌરાષ્ટ્ર યુનિવર્સીટી અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વવારા તાજેતર માં રાષ્ટ્રય નિર્માણ ના પ્રણેતા મહર્ષિ દયાનદ સરસ્વતી વિષય પર અખિલ ભારતીય સંસ્કૃત સમારોહનું રાજકોટ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પોરબંદરની ગોઢાણીયા ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના અધ્યાપક રામભાઈ બાપોદરાએ “પોરબંદરના પરિપ્રેક્ષમા આર્ય સમાજનું સામાજિક સાંસ્કૃતિક યોગદાન“ વિષયપર શંશોધન પત્ર રજૂ કરતા તેઓને રાષ્ટ્રય એવૉર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ હાંસલ કરતા તેઓનું ગોઢાણીયા ટ્રષ્ટીઓફિસ ખાતે અભિવાદન કરવામાં આવ્યું હતું.
જયશ્રીબેન વિરમભાઈ ગોઢાણીયા ઈંગ્લીસ મીડીયમ સ્કૂલના પ્રિન્સિપાલ ભાવના બેન અટારાના નેતૃત્વમાં અને પ્રેરણા પ્રોત્સાહન થકી સ્કૂલના અધ્યાપક રામભાઈ બાપોદરાએ આ એવૉર્ડ મેળવ્યો છે. તેઓ સંશોધન પર વિશેષ અભિરુચિ ધરાવે છે જૂનાગઢની હાલ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડો વિશાલ ભાઈ જોશીના માર્ગદર્શન હેઠળ” ચારણી સાહિત્ય” પર પી. એચડી.કરી રહ્યા છે. ગોઢાણીયા શૈક્ષણિક સંકુલની ઓફિસ ખાતે અભિવાદન કરતા ટ્રસ્ટના પ્રમુખ, જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ રાજાભાઈ ગોઢાણીયાએ જણાવ્યું હતુ કે, શિક્ષણ ની પ્રગતિ નો આધાર સ્તભ ચાર બાબતો પર નિર્ભર છે :ગુણવતા, વિજ્ઞાન, ટેક્નોલોજી અને સંશોધન. જયશ્રી બેન ગોઢાણીયા એ જણાવ્યું હતું કે, આજે આરોગ્ય, કૃષિ શિક્ષણ નો વિકાસ થયો તેના પાયામાં સંશોધનોની ભૂમિકા મહત્વની છેં
આ પ્રસંગે ગોઢાણીયા બી એડ કોલેજના ડાયરેટર કેળવણીકાર ડો. ઈશ્વરભાઈ ભરડાએ જણાવ્યું હતું કે સંશોધનક્ષેત્રે ગોઢાણીયા સંકુલ અગ્રેસર રહ્યું છે તેની પાછળનું મુખ્ય કારણ વિદ્યાર્થીર્ઓ ને સંકુલ દ્વવારા મળતુંપપ્રેરણા પ્રોત્સાહન છે. આર્યસામાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ જણવ્યું હતું કે આર્ય સમાજે દેશની સામાજિક ધાર્મિક શિક્ષણ પ્રસાર સ્વાતંત્ર ચળવળ અને આધુનિક ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવી હતી આર્ય સમાજ સંબંધિત વિષયો પર લગભગ દોઢ સો વ્યક્તિઓએ શોધ કાર્ય કરી પી.એચડી.ની પદવી મેળવી છે. આ વિષય પર કોઈ પી એચ ડી કરવા માંગતા હોઈ તો આર્ય સમાજની લાઈબ્રેરી સમૃદ્ધ છે જેનો લાભ લેવા આહવાન કર્યું હતું.
સંશોધણાત્મક દ્રષ્ટિકોણ ધરાવી રાષ્ટ્રીય સ્તરે એવૉર્ડ મેળવવા બદલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી અર્જુન ભાઇ મોઢવાડિયા, ટ્રસ્ટના પ્રમુખ ,જાણીતા દાતા અને શિક્ષણ પ્રેમી ડો વિરમભાઇ ગોઢાણીયા, ટ્રસ્ટી ભરત ભાઇ ઓડેદરા, શાંતાબેન ઓડેદરા, જયશ્રીબેન વિરમભાઇ ગોઢાણીયા, ભરતભાઇ વિસાણાં સહીતના ટ્રસ્ટી ગણ તેમજ આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય, નરસિંહ મહેતા યુનિવર્સિટીના પૂર્વ ઇતિહાસ વિભાગના પ્રોફેસર ડો વિશાલભાઈ જોશી, ગોઢાણીયા મહિલા કોલેજના પ્રિન્સિપાલ ડો કેતન શાહ યોગા કોલેજના ડાયરેક્ટર જીવાભાઈ ખૂંટી, ટ્રસ્ટના અંગત સેક્રેટરી કમલેશભાઈ થાનકી, ગોઢાણીયા બી એડ કોલેજ નાં ડાયરેક્ટર અને જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરલાલ ભરડા, રાજ્ય કક્ષાએ ભાગ લઈ રાષ્ટ્ર કક્ષાએ પસંદગી પામે તેવી અભિનદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *