Headlines

સાવરકુંડલાના નંદીગ્રામ સોસાયટીમાં રહેતા હીરાના કારીગર બાબુભાઈ બુહા ગુમ થઈ જતાં પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ

ધ ગ્રેટ વર્લ્ડ, સાવરકુંડલા
સાવરકુંડલાના જેસર રોડ ઉપર આવેલ નંદીગ્રામ સોસાયટીમાં રહેતા બાબુભાઈ મોહનભાઈ બુહા (ઉ.વ.૫૧ ધંધો.હીરાકામ) 22 ડિસેમ્બર 2025ના રોજ ભેદી સંજોગોમાં ઘરે કોઈને જાણ કર્યા વગર ગુમ થઈ જતા તેમના પરિવારજનો તથા પોલીસ દ્વારા તેમની શોધખોળ તપાસ ચાલી રહી છે. તેમના વિશે કોઈ પણ વ્યક્તિને જાણકારી મળે તો તેમના પરિવારજનોના નંબરો 95105 87574 અથવા 78638 83864 અથવા 95105 87574 ઉપર અથવા નજીકના કોઈપણ પોલીસ સ્ટેશને જાણ કરવા અનુરોધ કરાયો છે.
ગુમ થનારના પુત્ર ક્રીશ બાબુભાઈ બુહા (ઉવ 18)એ પોલીસને જાણ કરતા જણાવ્યું હતું કે ગઈ તા.રર/૧૨/૨૦૨૫ના રોજ હું મારા કામે જતો રહેલ અને મારા બા અમારી પાડોશમાં બેસવા ગયેલ હતા અને બપોરના બે વાગ્યાના સમયે હું કામે થી મારા ઘરે આવેલ અને મારા બા પણ બેસવા ગયેલ ત્યાંથી ઘરે આવેલ અને મારા બાપુજી ઘરે હતા નહી જેથી અમોને એમ થયેલ કે કોઈકની સાથે ક્યાંક ગયેલ હશે હમણા આવી જશે અને બપોરના જમીને હું પરત મારા કામે જતો રહેલ અને સાંજે સાત વાગ્યે હું મારા કામેથી પરત ઘરે આવી ગયેલ તો પણ મારા બાપુજી આવેલ નહી અને તે બાદ રાત્રિના દરેક વાગ્યા સુધી અમોએ રાહ જોયેલ પણ આવેલ નહી જેથી મે મારા બાપુજીના ફોનમાં ફોન કરેલ તો ફોન ઘરે પડેલ હતા જેથી અમોએ આજુબાજુમાં તપાસ કરેલ પણ કોઈ ભાળ મળેલ નહી અને અમારા સગા-વહાલામાં તપાસ કરતા પણ ક્યાંય ભાળ મળેલ નહી અને આ મારા બાપુજી ઘરે કોઈને જાણ કર્યા વગર ક્યાંક જતા રહેલ હોય અને તેણે શરીરે સફેદ કલરનો શર્ટ તથા કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. અને શરીરે પાતળા બાંધાના વાને શ્યામ વર્ણ છે. અને અને તેની ઊંચાઈ પાંચ ફુટ જેટલી છે. અને કપાળ ઉપર કાળા કલરનો ડાઘ છે. અને મારા બાપુજીને છેલ્લા બે વર્ષથી પેટનો દુખાવો રહેતો હતો અને તેની દવા પણ ચાલુ હતી અને મારા બાપુજી ઘરેથી કોઈને જાણ કર્યા વગર ક્યાંક જતા રહેલ હોય જેની મારી રીતે આજદીન સુધી શોધખોળ કરતા ક્યાંય મળી આવેલ નથી. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ઓફિસર જે જી બગડાએ આ અંગે જરૂરી કાગળો કરતા સાવરકુંડલા પોલીસે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *