સૌરાષ્ટ્ર ઝોન કક્ષા ક્રિકેટ ટુર્નામેન્ટમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા શિક્ષક સંઘની ટીમનો વિજય

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૨-૨૦૨૫

        ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ચાણક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન સોમનાથ મુકામે કરવામાં આવ્યું હતું. જેમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ એમ 9 જિલ્લાની ટીમોએ ભાગ લીધો હતો.

        આ ટુર્નામેન્ટમાં ફાઇનલ મુકાબલો ગીર સોમનાથ અને દેવભૂમિ દ્વારકાની ટીમ વચ્ચે થયો હતો. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની ટીમ ફાઇનલ વિજેતા બની હતી. ટીમના કેપ્ટન મારખીભાઈ ગોરીયા રહ્યા હતા.

           ટુર્નામેન્ટમાં બેસ્ટ બોલર જિલ્લાના હાજાભાઈ વાળા બન્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા ખાસ હાજર રહ્યા હતા. સાથે સાથે ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ, તાલુકા ભાજપ પ્રમુખ, તમામ જિલ્લા શિક્ષક સંઘના હોદેદારો હાજર રહ્યા હતા.

          બે દિવસની આ ટુર્નામેન્ટના આયોજનમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાના કન્વીનર હરિભાઈ વાળા, મેરામણભાઈ ગોરીયા તથા કોડીનાર અને ગીર સોમનાથની ટીમે જહેમત ઉઠાવી હતી.

        દેવભૂમિ દ્વારકા જિલ્લા સંઘનાં પ્રમુખશ્રી મેરામણભાઈ ગોરીયા સાથે ખંભાળિયા સંઘમાંથી દેવશીભાઈ કરમુર હાજર રહ્યા હતા. ડી.કે. કરમુર દ્વારા કોમેન્ટરી કરવામાં આવી હતી.

(ફોટો:- કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *