Friday June 20, 2025

સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અપાતા પુરસ્કાર માટે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉમેદવારો માટે યાદી

મહિલાઓ દ્વારા 17 એપ્રિલ સુધીમાં અરજી કરી શકાશે

જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫

       સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા 2024-25 ના વર્ષમાં વિવિધ રમતોની રાજ્યકક્ષાની શાળાકીય સ્પર્ધાઓ અંડર 14,17,19 અને સ્કુલ ગેમ્સ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત રાષ્ટ્રકક્ષાની સ્પર્ધામાં સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રાજ્યનું પ્રતિનિધિત્વ કરેલા (ભાગ લીધેલા) મહિલા ખેલાડીઓ “મહિલા રોકડ પુરસ્કાર યોજના” માટેનું ફોર્મ ભરી શકશે. કોઈ પણ એક જ રમતમાં તેમજ એક જ સિદ્ધિ માટે અરજી કરી શકાશે. ખેલાડીએ ઓનલાઈન માધ્યમથી મેરીટ સર્ટીફીકેટ, આધાર કાર્ડ, કેન્સલ ચેક વિગેરે જરુરી પ્રમાણપત્રો સાથે એસ.એ.જી.ની સાઈટ https://sportsauthority.gujarat.gov.in/ ઉપર તા. 17 એપ્રિલ સુધીમાં અરજી કરવાની રહેશે તેમ દેવભૂમિ દ્વારકા જિલ્લા રમત વિકાસ અધિકારીની યાદીમાં જણાવ્યું છે.

____________________________________________________________________________

(કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top