પકડાયેલ બંને શખ્સોમાં એક 28 વર્ષનો મજુર અને બીજો 23 વર્ષનો વિદ્યાર્થી છોકરો
બાઈક સહિત રુ. 27000નો મુદ્દામાલ કબ્જે લેતી ઘોઘા પોલીસ: માલ કોની પાસેથી લાવ્યા હતા તેની થશે તપાસ
ભાવનગર
ઘોઘા પોલીસના માણસો ગઈકાલે અલગ-અલગ ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન કલાક ૧૯/૦૦ વાગ્યે હાથબ ગામ, તલાવડી પાસે રોડ ઉપર આવતા એક ઇસમ ડબલ સવારીમા શંકાસ્પદ હાલતમા બાઇક લઇને નીકળતા તેને ઉભો રખાવી ચાલકનુ નામ સરનામું પુછતા પોતે પોતાનું નામ પૃથ્વીરાજસિંહ નટુભા ગોહીલ (ઉ.વ.૨૮ ધંધો.મજુરી રહે.થળસર ગામ તા.જી.ભાવનગર) હોવાનું પાછળ બેસેલ ઇસમનુ નામ-સરનામુ પુછતા પોતે પોતાનું નામ દીવ્યરાજસિંહ હરદેવસિંહ ગોહીલ (ઉ.વ.૨૩ ધંધો,અભ્યાસ રહે. થળસર) હોવાનુ જણાવેલ. પાછળ બેસેલ ઇસમના હાથમા એક પુંઠાનુ બોક્સ હોય જે બોક્સ ખોલી જોતા ભારતીય બનાવટની પર પ્રાંતિય બીયર બોટલ નંગ-૧૦ મળી જેની કુલ કિં.રૂ .૧૬૮૦/- ગણી પોલીસે તપાસ અર્થે કબ્જે લઇ હીરો-સ્પેલન્ડર બાઇક નં.GJ.04.BD.0577 મળી કુલ કિં.રૂ.૨૬,૬૮૦/-નો મુદ્દામાલ કબ્જે કરેલ છે. બંને સામે ઘોઘા પોલીસમાં પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫(એ)(એ),૧૧૬(બી),૯૮ (૨),૮૧ મુજબનો ગુન્હો દાખલ કરી ઘોઘા પોલીસે તપાસ હાથ ધરી છે.