Thursday August 07, 2025

હાર્બર મરીન પોલીસે લોકોને મહિલા જાગૃતિ સંબંધી કાનૂની જ્ઞાન આપ્યું

પોરબંદર
સી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશનના સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સીલ્વર સી ફુડ કંપનીમાં કામ કરતી વર્કર બહેનોને શી ટીમ વીશે માહિતગાર કરેલ જેમાં મહીલાઓને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણ ના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ જે POCSO વિશે પણ માહિતગાર કરેલ તેમજ મહિલા હેલ્પલાઇન 181 ની વિગતવાર માહિતી આપેલ બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે પણ માહિતગાર કરેલ અને હાલમાં કાર્યરત ટ્રાફીક સપ્તાહ અંતર્ગત ટ્રાફીક ના નિયમો અંગે તથા સાયબર ક્રાઇમ થી થતાં ફ્રોડ બાબતે માહિતી આપેલ તેમજ હેલ્પલાઇન 181 અને 112 અને ઈમરજન્સી નંબર 100 વિશે પણ માહિતી આપેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top