Saturday June 21, 2025

હાર્બર મરીન પોલીસ દ્વારા સુભાષનગર પ્રા શાળામાં મહિલા કાનૂની જાગૃતિ સંબંધિત કાર્યક્રમ યોજાયો

પોરબંદર
સી ટીમ કામગીરી અંતર્ગત પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સી ટીમના નોડલ ઓફીસર ઋતુ રાબા સાહેબની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ હાર્બર મરીન પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર તથા સી ટીમના ઇન્ચાર્જ તથા સભ્યો દ્વારા સુભાષનગર પ્રાથમિક શાળા પોરબંદર જઈને વિદ્યાર્થીઓને સેલ્ફ ડિફેન્સ તેમજ પોતાની સુરક્ષા કઈ રીતે કરવી તે માટે જાણકારી આપી ગુડ ટચ બેડ ટચ એવર નેસ કાર્યક્રમ કરી વિદ્યાર્થીઓને લગત સી ટીમ ની કામગીરી કરેલ તેમજ વિદ્યાર્થીની બહેનોને ઘરેલુ હિંસા,શારીરીક માનસીક ત્રાસ,જાતીય શોષણના બનાવો બને ત્યારે મહીલા પોલીસ સ્ટેશન તથા હાર્બર મરીન પોલીસ સ્ટેશન નો સંપર્ક કરવા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ નવા કાયદાઓ વિશે તથા બાળકોને રક્ષણ આપતો અધિનિયમ POCSO તેમજ મહિલા હેલ્પલાઇન 181 ની વિગતવાર માહિતી આપેલ બાળકોને ચિલ્ડ્રન હેલ્પલાઇન નંબર 1098 વિશેનો ઉપયોગ કેમ કરવો એના વિશે પણ માહિતગાર કરેલ અને હાલમાં કાર્યરત ટ્રાફીક સપ્તાહ અંતર્ગત ટ્રાફીક ના નિયમો અંગે તથા સાયબર ક્રાઇમ થી થતાં ફ્રોડ બાબતે માહિતી આપેલ તેમજ 181 અને 112 અને ઈમરજન્સી નંબર 100 વિશે પણ માહિતી આપેલી છે. આ કામગીરી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ડી.સાળુંકે તથા પી.એસ.આઇ એન.કે.વાઘેલા, એએસઆઇ કિરીટભાઇ પરમાર, હેડ કોન્સ્ટેબલ આર.પી.ધારેચા, કોન્સ્ટેબલ ડી.વી.બંધિયા, કે.બી.ગોઢાણીયા, જે.કે.વેગડા દ્વારા કરવામાં આવેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top