
શંભુ સિંહ, ભાવનગર
રાજકોટ ડિવિઝનના વિરમગામ-સુરેન્દ્રનગર સેક્શનમાં એન્જિનિયરિંગ બ્લોક ના લીધે, 22.03.2025 ના રોજ ટ્રેન નં. 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ ને હવે સુરેન્દ્રનગર ખાતે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને સુરેન્દ્રનગરથી તેને ટ્રેન નં. 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ તરીકે ચલાવવામાં આવશે. આમ, 22.03.2025 ના રોજ, 19120 વેરાવળ-ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને 19119 ગાંધીનગર કેપિટલ-વેરાવળ એક્સપ્રેસ ટ્રેનો ગાંધીનગર કેપિટલ-સુરેન્દ્રનગર-ગાંધીનગર કેપિટલ સ્ટેશનો વચ્ચે આંશિક રીતે રદ કરવામાં આવશે. ટ્રેનના સમય, સ્ટોપેજ અને રચના વિશે વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.