Headlines

૫ વર્ષની બાળકી નૈત્રીએ શેત્રુંજય મહાતીર્થની ‘છ ગાઉ’ની પદયાત્રા કરી અનોખી ભક્તિ પ્રગટ કરી


વિપુલ હિરાણી દ્વારા

ભાવનગર તા.૧
​ શેત્રુંજય મહાતીર્થની પવિત્ર ભૂમિ પર આજે ભક્તિ અને મક્કમ મનોબળનો અનોખો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. સુરતની વતની અને માત્ર ૫ વર્ષની વય ધરાવતી બાળકી નૈત્રી અક્ષત દોશીએ ગિરિરાજની કઠિન ગણાતી ‘છ ગાઉ’ની પદયાત્રા પગે ચાલીને અત્યંત ઉત્સાહપૂર્વક પૂર્ણ કરી સમગ્ર જૈન સમાજનું મસ્તક ગર્વથી ઊંચું કર્યું છે.
​આજરોજ તા. ૧/૩/૨૦૨૬ના શુભ દિવસે, નૈત્રી એ દેવ-ગુરુની કૃપાથી આ યાત્રા સંપન્ન કરી હતી. સામાન્ય રીતે પુખ્ત વયના લોકો માટે પણ જે ચઢાણ અને અંતર કાપવું કઠિન હોય છે, તે અંતર આ નાનકડી બાળકીએ હસતા મુખે પગે ચાલીને કાપીને પોતાની અતૂટ શ્રદ્ધાનો પરિચય આપ્યો હતો. આ પ્રસંગે હાજર રહેલા ભાવિકો અને સમગ્ર જૈન સમાજે હૃદયપૂર્વક તેને ‘વધામણા’ આપી બહુમાન કર્યું હતું. નૈત્રી ની આ સિદ્ધિ કોઈ અકસ્માત નથી, પરંતુ તેના પરિવાર દ્વારા મળેલા ધાર્મિક સંસ્કારોનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે, નૈત્રી એ અગાઉ
​માત્ર ૩ વર્ષની ઉંમરે પ્રથમ વખત શ્રી શેત્રુંજય મહાતીર્થના શિખરની યાત્રા કરી હતી.
​માત્ર ૪ વર્ષની કુમળી વયે ઝારખંડ સ્થિત શ્રી સમેતશિખરજી તીર્થની ૨૭ કિલોમીટર (વંદના) ની અત્યંત કઠિન યાત્રા પણ પૂર્ણ કરી હતી. ભાવનગરના જૈન અગ્રણી
​ દિવ્યકાંત સલોત ની પુત્રી ભવ્યતા બેન ની દીકરી નૈત્રી આધ્યાત્મિક સિદ્ધિ બદલ પરિવારજનો અને મિત્રવર્તુળમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. સમાજના અગ્રણીઓએ પણ બાળકીની આ ધગશને બિરદાવી તેને ઉજ્જવળ ભવિષ્ય અને ધર્મ માર્ગે આગળ વધવા માટે આશીર્વાદ પાઠવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *