
જામ ખંભાળિયા, તા. ૨૪-૦૧-૨૦૨૬
યાત્રાધામ દ્વારકા ખાતે આગામી તા. 29 જાન્યુઆરીના રોજ દ્વારકાના અનિલભાઈ પરસોતમભાઈ બુજડના પુત્ર તથા સમસ્ત બ્રહ્મસમાજ સૌરાષ્ટ્ર-કચ્છના પ્રમુખ વિજયભાઈ બુજડના ભત્રીજા ધાર્મિક તેમજ વિજયભાઈ ગોપાલભાઈ ભરાડાના પરિવારમાં યજ્ઞોપવિત પ્રસંગે આગામી બુધવાર તા. 28 ના રોજ દ્વારકાના જગતમંદિરે નૂતન ધ્વજારોહણ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે બુધવારે બપોરે 3 વાગ્યે ધ્વજાજી પૂજન, 3:30 વાગ્યાથી જામનગરના પ્રખ્યાત બાસબેન્ડના સથવારે ધ્વજાજીની શોભાયાત્રા યોજાશે. સાંજે 5 વાગ્યે જગતમંદિરે ઠાકોરજીના ઉત્થાપન સમયે શ્રીજીને સુકા મેવા મનોરથ યોજાશે. આ પછી જગતમંદિરના શિખર પર નૂતન ધ્વજાજીનું આરોહણ કરવામાં આવશે.
રાત્રે 9 વાગ્યે આદિત્ય રોડ, શિતલા માતાજીના મંદિર પાસે પ્રસાદીનું પણ આયોજન કરાયું છે. આ વચ્ચે રાત્રિના 8 વાગ્યાથી ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો ઉદયભાઈ ઘાઘલ એન્ડ ટીમ તથા વનિતાબેન પટેલના સથવારે લોકડાયરો તેમજ દાંડીયારાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
(કુંજન રાડિયા)
