Headlines

ઘોઘા પોલીસે માલમવાડામાંથી દેશી દારૂના જથ્થા સાથે પીધેલી કાસમ શેખને ઝડપી પાડ્યો

​ધ ગ્રેટ વર્લ્ડ, ઘોઘા

ભાવનગરની ઘોઘા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન માલમવાડા પાસે લથડિયા ખાતી હાલતમાં શંકાસ્પદ રીતે મળી આવેલા કાસમભાઈ હસનભાઈ શેખ (ઉં.વ. ૫૩) ની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા તેના પેન્ટના ખિસ્સામાંથી ૨૫૦-૨૫૦ એમ.એલ. ની દેશી દારૂની ૮ પ્લાસ્ટિકની કોથળીઓ (કુલ ૨ લિટર, કિંમત રૂ. ૪૦૦/-) મળી આવી હતી. આરોપી પાસે દારૂ રાખવા માટેની કોઈ પરમિટ ન હોવાથી અને તે પોતે પણ નશાની હાલતમાં હોવાથી પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ૨ લિટર દારૂ તેમજ સેમ્પલની બોટલ કબજે કરી આરોપીની ધરપકડ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *