Saturday July 26, 2025

ઇન્ડિયન ઓઇલ કંપનીની સેવા પ્રવૃત્તિ: ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અપાયું નેત્ર સારવાર મશીન

જામ ખંભાળિયા, તા. ૨૮-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે આવેલી સરકારી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (વાડીનાર) દ્વારા સામાજિક સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે આંખના દર્દીઓ માટે મહત્વનું એવું ફેકો મશીન અર્પણ કરવામાં આવ્યું છે.         દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર જી.ટી. પંડ્યાના પ્રયાસોથી સિવિલ હોસ્પિટલને […]

ખંભાળિયા: કાયદાનું ઉલ્લંઘન કરતા શખ્સો સામે ધાક બેસાડવા પોલીસનું ફૂટ પેટ્રોલિંગ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા        ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગત સાંજે પોલીસ અધિકારી તેમજ સ્ટાફ દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગની કાર્યવાહી કરવામાં આવી હતી.        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં વાહન ચોરી, ચીલ ઝડપ તેમજ લૂંટ જેવા મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા તથા કાયદાનો ભંગ કરનારા શખ્સો સામે ધાક […]

ખંભાળિયાના યુવા એડવોકેટ ભવ્ય કોટેચાની રેલવે પેનલમાં નિમણૂક

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા યુવા વકીલ ભવ્ય આર. કોટેચાની વેસ્ટર્ન રેલવેના પેનલ એડવોકેટ તરીકે નિમણૂક કરવામાં આવી છે. પ્રતિભાશાળી એડવોકેટ ભવ્ય કોટેચાને વકીલ મિત્રો તેમજ શુભેચ્છકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા છે. (ફોટો:- કુંજન રાડિયા)

દેવભૂમિ દ્વારકાને મળ્યા વધુ એક ડીવાયએસપી : એસ.સી. એસ.ટી. સેલ વિભાગનો ચાર્જ સંભાળતા વિસ્મય માનસેતા

જામ ખંભાળિયા, તા. ૨૯-૦૧-૨૦૨૫           દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખાલી રહેલી એસ.સી. એસ.ટી. સેલના ડીવાયએસપી ની જગ્યામાં તાજેતરમાં મુકાયેલા વિસ્મયભાઈ માનસેતાએ તેમનો તેમના હોદ્દાનો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો.       પોલીસ ટ્રેનિંગ પૂર્ણ કરી અને ડીવાયએસપીનું પ્રોબેશનલ પિરિયડનું પ્રથમ પોસ્ટિંગ ગીર સોમનાથ જિલ્લામાં મેળવ્યા બાદ અહીં નોંધપાત્ર […]

ખંભાળિયાના ચુડેશ્વર વિસ્તારમાંથી પરિણીત મહિલા લાપતા: પોલીસ દ્વારા શોધખોળ

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા અબ્બાસભાઈ અલીભાઈ ચમડિયા નામના 65 વર્ષના મુસ્લિમ વૃદ્ધની 32 વર્ષની પરિણીત પુત્રી જરીનાબેન સબીર હારુન બસર (રહે. બેડી – જામનગર) ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચૂડેશ્વર ગામે આવી હતી. ત્યારે તારીખ 25 મી ના રાત્રીના નવેક વાગ્યાથી તારીખ 26 ના […]

ભાણવડ પાલિકાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસના અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા: આવકાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫         ભાણવડ ખાતે તાજેતરમાં ભાણવડ શહેર કોંગ્રેસ પ્રમૂખ તેમજ પાલિકા સદસ્ય હિતેષભાઈ જોષી સાથે બે ટર્મથી કોંગ્રેસના સદસ્ય દેવજીભાઈ નકુમ, ભાણવડ શહેર કોંગ્રેસ મહામંત્રી દિવ્યેશભાઈ નકુમ, આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ અને દલિત સમાજના યુવા આગેવાન સંજયભાઈ ચૌહાણ, કોંગ્રેસમાંથી ગત ચૂંટણીમાં વિજેતા થયેલા સુભાષભાઈ કણજારીયા અને […]

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં કર્મચારીને ફડાકા ઝીંકીને ફરજમાં રૂકાવટ: મોબાઈલ ફોન તોડી નાખવા સબબની પણ ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા      ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલ પાસે રહેતા મહેશભાઈ જયંતીલાલ સોનગરા નામના 29 વર્ષના યુવાન અહીંના દ્વારકા માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે મંગળવારે તેમની ફરજ પર હતા. ત્યારે નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના એક શખ્સએ તેમની પાસે આવી અને કોઈ બાબતે બોલાચાલી કરી હતી. આ પછી આરોપી નરેન્દ્રસિંહએ મહેશભાઈ […]

ખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપતા નડિયાદના સાસરિયાઓ સામે રાવ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       ખંભાળિયામાં કુંભારના ભઠ્ઠા પાસેના એસ.ટી. ડેપો વર્કશોપ પાછળના ભાગે રહેતા અને વિક્રમસિંહ ચુડાસમાના પુત્રી દિવ્યાબા યુવરાજસિંહ રાણા (ઉ.વ. 27) ને તેણીના લગ્ન જીવન દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કનજરી ગામે રહેતા તેણીના પતિ યુવરાજસિંહ પ્રદિપસિંહ રાણા, સાસુ મૈયાબા પ્રદિપસિંહ રાણા, નણંદ સોનલબા મયુરસિંહ જાડેજા, નણંદોયા હરેશ ઉર્ફે મયુરસિંહ […]

ખંભાળિયાની શાળામાં આગ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ખંભાળિયામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આજરોજ અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલી ધોરીવાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંના ફાયર વિભાગના સ્ટાફ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં બેઝિક ફાયર અને રેસ્ક્યુ સાધનો અંગેની ટ્રેનિંગ તેમજ આગ લાગે તો શું પગલાં લેવા અને શું ન લેવા તે અંગે વિદ્યાર્થીઓને […]

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાના પહેલા રવિવારે યોજાતા આ કેમ્પમાં આગામી તારીખ 2 ના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી અત્રે જલારામ મંદિર ખાતે આ કેમ્પનો લાભ ખંભાળિયા […]

Back to Top