Thursday August 07, 2025

આઠમું પગારપંચ અને ઇસરો દ્વારા બે ઉપગ્રહોના સફળ ડોકિંગની ઐતિહાસિક ઘટનાને ભાવનગર શહેર ભાજપે આવકારી

ભાવનગર
તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કેન્દ્રીય કર્મચારીઓને નવા વર્ષની ભેટ આપતા આઠમા પગારપંચની જાહેરાત કરેલ. આ ઉપરાંત ઇસરો દ્વારા બે ઉપગ્રહોના એક સાથે સફળ ડોકિંગની ઐતિહાસિક ઘટના પણ તાજેતરમાં સાકાર થઈ, જેને ભાવનગર શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા અને નિમુબેન બાંભણીયા તેમજ ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સેજલબેન પંડ્યા, મેયર ભરતભાઇ બારડ, ત્રણેય મહામંત્રીઓ પાર્થભાઈ ગોંડલીયા, અલ્પેશભાઈ પટેલ અને નરેશભાઈ મકવાણા સહિત શહેર ભાજપ સંગઠન, વરિષ્ટ આગેવાનો, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવકો, વોર્ડ સંગઠન તેમજ તમામ સેલ, મોરચા અને સમિતિઓના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ દ્વારા હર્ષ પૂર્વક આવકારવામાં આવેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top