Headlines

અંબારામા પાટિયા પાસે જાહેરમાં મોબાઈલ ફોનની ચોરી

પોરબંદર
પોરબંદર તાલુકાના આંબારામા ગામના એક આગેવાન પોતાની દીકરીને તેડવા માટે ગામના પાટીએ ગયા હતા તે દરમિયાન કોઈ અજાણી વ્યક્તિએ તેમનો મોબાઇલ ફોન ચોરી લીધો હતો. ફરિયાદ થઈ છે.
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર આ મામલે રાહુલ રામભાઇ ઓડેદરા (ઉ.વ. ૨૨ ધંધો- અભ્યાસ રહે.આંબારામા ગામ પાણીના ટાંકા પાસે વાડી વિસ્તાર તા.જી.પોરબંદર)એ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર ફરીયાદીના પિતા રામભાઇ આંબારામા પાટીયાએ પોતાની દીકરી સંગીતાબેનને તેડવા ગયેલ હતાં તે દરમિયાન પોતાની પાસે રહેલ વીવો કંપનીનો T2X 6-128 એન્ડ્રોઇડ મોબાઇલ ફોન (કી.રૂા-૧૪,૫૦૦/-) કોઇ અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. તા.૨૮/૧/૨૦૨૫ કલાક ૧૨/૦૦ થી કલાક ૧૪/૦૦ દરમિયાન આંબારામા પાટીયા આસપાસ રસ્તામાં જાહેરમાં બનેલી આ ઘટના અંગે ગુનો દાખલ થતાં બગવદરના પ્રોબેશનલ પીએસઆઇ પી આર રાઠોડે તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *