પોરબંદર ખાતે દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ૩.૦ યોજાયો

સ્પેશિયલ ખેલ મહાકુંભમાં જિલ્લા કલેક્ટર એસ. ડી ધાનાણી સહિતનાં મહાનુભવો ઉપસ્થિત રહી ખેલાડીઓનો જુસ્સો વધાર્યો

પોરબંદર, તા.૧૨:દિવ્યાંગ ખેલાડીઓ માટે સ્પે. ખેલમહાકુંભ ૩.૦માં જિલ્લા કક્ષાની જુદી-જુદી ચાર કેટેગરીનાં દિવ્યાંગ ખેલાડીઓની માટે વિવિધ રમત સ્પર્ધાઓ પોરબંદર ખાતે યોજાઈ હતી.

જેમાં જિલ્લા કલેક્ટર એસ. ડી ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી બી ચૌધરી અને પોરબંદરમાં મહાનગરપાલિકાના મ્યુ. કમિશ્નર એચ. જે. પ્રજાપતિ સહિતનાં મહાનુભવો સ્પેશિયલ ખેલ મહાકુંભ૩.૦ ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ દિવ્યાંગો દ્વારા રમાતી વિવિધ સ્પર્ધાઓ તેમણે નિહાળી હતી અને દિવ્યાંગ ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો.

ઉલ્લેખનીય છે કે પોરબંદર ખાતે યોજાયેલ દિવ્યાંગ ભાઈ – બહેનો માટેના સ્પેશિયલ મહાકુંભ 3.0માં ચેસ,ક્રિકેટ ,વોલીબોલ એથ્લેટીક્સ સહિતની રમત સ્પર્ધાઓમાં વિવિધ કેટેગરીના દિવ્યાંગ ખેલાડીઓ સહભાગી થયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *