ભાવનગર
કેમ્પ માં લોઢાવાળા હોસ્પિટલ ના સહકાર થી દર્દીઓ ને તપાસી અને વિનામૂલ્યે મોતિયો ઓપરેશન કરી આપવા માં આવશે
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ભાવનગર દ્વારા તા.16 ને રવિવારે સવારે 10 થી 12.30 દરમ્યાન રેડક્રોસ ભવન દિવાનપરા રોડ,ભાવનગર ખાતે ભાવનગર નવજવાન સંઘ સંચાલિત શેઠ શ્રી વી સી લોઢા વાળા હોસ્પિટલ ના સહકાર થી નેત્ર નિદાન કેમ્પ નું આયોજન કરવા માં આવેલ છે આ કેમ્પ માં આંખ ના રોગો ના નિદાન તેમજ મોતિયો અંગે ની તપાસ કરી જરૂરીયાતમંદ દર્દીને વિનામૂલ્યે મોતિયો ના ઓપરેશન કરી આપવા માં આવશે તપાસ માટે વહેલા તે પહેલાં ના ધોરણે દર્દીઓ ની તપાસ કરવા માં આવશે.
કેમ્પ માં જીલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી ભાવનગર અને લોઢાવાળા હોસ્પિટલ અને રેડક્રોસ સોસાયટી ભાવનગર ના સહયોગ થી આંખ ના રોગો ના નિષ્ણાંત ડો.ધ્રુવિલભાઈ નાયક વિનામૂલ્યે આંખ તપાસ કરી આપશે તથા જરૂરીયાતમંદ ને મોતિયો ના ઓપરેશ અદ્યતન ફેકો મશીન દ્વારા ટાંકા વગર ના મોતિયાના ઓપરશન કરી નેત્રમણી મૂકી આપવા માં આવશે.