
જામ ખંભાળિયા, તા. ૨૧-૦૩-૨૦૨૫
ખંભાળિયા તાલુકાના સુમરા તરઘડી ગામે રહેતી અને કાસમભાઈ કારાભાઈ મથુપૌત્રાની પરિણીત પુત્રી રોશનબેન સિદ્દીક અખાણીને તેણીના લગ્ન જીવન દરમિયાન તેણીના પતિ સિદ્દીક અબ્બાસ અખાણી, સાસુ રોશનબેન તેમજ અબ્બાસ ઈસ્માઈલ અખાણી (રહે. મસીતીયા) દ્વારા અવારનવાર મેણા-ટોણા મારી, બીભત્સ ગાળો કાઢી અને શારીરિક તથા માનસિક દુઃખ-ત્રાસ આપવામાં આવતો હતો.
આટલું જ નહીં, ફરિયાદી રોશનબેનને તેણીના પતિએ લોખંડનો પાઇપ મારી અને ફ્રેક્ચર સહિતની ઈજાઓ કરી, ઘરમાંથી પહેર્યા કપડે કાઢી મૂકવા સબબની ધોરણસર ફરિયાદ ખંભાળિયાના મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવતા પોલીસે સ્ત્રી અત્યાચાર સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો.
આ સમગ્ર કેસ ખંભાળિયાના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ સાહેબની કોર્ટમાં ચાલી જતા આ કેસમાં આરોપીઓ તરફે એડવોકેટ અયુબ એ. મુન્દ્રા, નાસીર એ, મુન્દ્રા, વંદનાબેન બખતરીયા તેમજ આર.બી. ગોજીયા દ્વારા કરવામાં આવેલી દલીલોને ગ્રાહ્ય રાખીને નામદાર અદાલતે આરોપીઓને નિર્દોષ ઠેરવી, છોડી મૂકવા માટેનો હુકમ કર્યો હતો.
____________________________________________________________________________
(ફોટો:- કુંજન રાડિયા)