Category: DEVBHOOMI DWARKA
-

દ્વારકા સર્કિટ હાઉસમાં મોટી દુર્ઘટના: લગ્ન સમારંભના ફટાકડાની ચિનગારીથી બગીચામાં લાગી આગ
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ દ્વારકાના દરિયા કિનારે આવેલા સર્કિટ હાઉસના પ્રાંગણમાં આવેલા બગીચામાં ગંભીર અકસ્માત સર્જાયો છે. ચર્ચાતી વિગત મુજબ બાજુમાં ચાલી રહેલા લગ્ન સમારંભમાં ફોડવામાં આવેલા ફટાકડાની ચિનગારીથી બગીચામાં આગ લાગવાની ઘટના બની છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન સમારંભમાં ફટાકડા ફોડવામાં આવી રહ્યા હતા. જેમાંથી એક…
-

ખંભાળિયામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની આન, બાન અને શાન સાથે ઉજવણી
– જિલ્લા કલેકટરએ ધ્વજવંદન કરી, પરેડ નિરીક્ષણ કર્યું – – ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ, કર્મચારીઓ પ્રશસ્તિપત્ર વડે સન્માનિત – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૬-૦૧-૨૦૨૫ પ્રજાસતાક પર્વ નિમિતે જિલ્લાવાસીઓને શુભકામના પાઠવતા કલેકટર જી.ટી. પંડ્યાએ જણાવ્યું હતું કે, આજના પાવન દિવસે દેશની આઝાદી માટે પોતાનું બલિદાન આપનારા નામી અનામી…
-

ખંભાળિયાના સલાયામાં ચુંટણી સંદર્ભે ખાસ બેઠક યોજાઈ
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ ખંભાળિયા તાલુકાના સલાયા નગરપાલિકાની આગામી માસમાં યોજાનારી સામાન્ય ચૂંટણી સંદર્ભે આજરોજ ખાસ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી રસિકભાઈ નકુમ, ચૂંટણી પ્રભારી અનિલભાઈ તન્ના, મંડળ પ્રભારી પરેશભાઈ કાનાણી, પી.એમ. ગઢવી, શહેર પ્રમુખ ચિરાગભાઈ તન્નાની ઉપસ્થિતિમાં પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં આગામી ચૂંટણીને…
-

દ્વારકાના કુખ્યાત બિચ્છુ ગેંગના ગુજસીટોકના આરોપીની જામીન અરજી રદ
જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ ઓખા મંડળમાં થોડા સમય પૂર્વે સ્થાનિક રહીશોને વિવિધ પ્રકારે પરેશાનીમાં મૂકી અને આતંક ફેલાવતી બિચ્છુ ગેંગને પોલીસે ઝડપી પાડી, આ ગેંગના સદસ્યોને ગુજસીટોકના કાયદા હેઠળ જેલ હવાલે કર્યા હતા. ત્યારે જેલમાં રહેલા એક આરોપીએ જામીનમુક્ત થયા બાદ પોલીસની કાર્યવાહી પછી આરંભડાના આ શખ્સના જામીન રદ કરાવી અને પુનઃ…
-

ખંભાળિયા પાલિકાના શોપિંગ સેન્ટરની સોમવારે થશે હરાજી: રૂ. પાંચ કરોડથી વધુ આવક થવાની સંભાવના
– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ છેલ્લા લાંબા સમયથી કંગાળ અવસ્થામાં રહેલી ખંભાળિયા નગરપાલિકાને હાલ ઘણા સમયથી કર્મચારીઓના પગારના પણ સાંસા છે. ત્યારે સોમવાર તા. 27 જાન્યુઆરીના રોજ અહીંના કોમર્શિયલ વિસ્તારમાં આવેલા અને છેલ્લા ઘણા વર્ષોથી બંધ રહેલા નગરપાલિકાના શોપિંગ સેન્ટરની દુકાનોની હરાજી મારફતે કરોડો રૂપિયાની આવક થવાની સંભાવના છે. …
-

બરડા ડુંગર વિસ્તારમાંથી મળેલા બે માનવ કંકાલ અંગેનો ભેદ ખુલ્યો: પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન
કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૨૫-૦૧-૨૦૨૫ ભાણવડ નજીકના બરડા ડુંગર વિસ્તારમાંથી ગુરુવારે બે માનવ અવશેષો મળી આવ્યા. બે વ્યક્તિઓના ગળાફાંસો ખાઈ લીધેલી હાલતમાં મળી આવેલા આ માનવ કંકાલ સંદર્ભે પોલીસ દ્વારા વિવિધ દિશાઓમાં તપાસ આરંભી અને ગુમ થયેલા બે યુવક-યુવતીનો તાગ મેળવી, આ બંને સ્થાનિક રહીશ એવા પ્રેમી પંખીડા હોવાનું પ્રાથમિક અનુમાન…

