Headlines

પુત્રના મૃત્યુ બાદ ગુમસુમ રહેતા યુવાને જિંદગી ટૂંકાવી: ભરાણા ગામનો બનાવ

જામ ખંભાળિયા       ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા ભગુભા જીવુભા જાડેજા નામના યુવાને ગઈકાલે સોમવારે પોતાના ઘરે રૂમમાં આડીમાં નાળા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનો નિષ્પ્રાણ દેહ સાંપડ્યો હતો.          મૃતક ભગુભાનો પુત્ર આજથી આશરે એકાદ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો હોય, જેના કારણે તેઓ કેટલાક સમયથી ગુમસુમ રહેતા હતા. આ…

Read More

સુરજકરાડીનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

જામ ખંભાળિયા          ઓખા મંડળના મીઠાપુર તાબેના સુરજકરાડી ગામે રહેતા ધવલ અશોકભાઈ અરીલા નામના 25 વર્ષના શખ્સ દ્વારા તેના કબજા હેઠળના ખંઢેર મકાનમાં વેચાણ અર્થે લઈને છુપાવી રાખવામાં આવેલા રૂપિયા 75,795 ની કિંમતના 111 બોટલ વિદેશી દારૂના જથ્થા સાથે તેને પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો હતો.          દારૂનો આ…

Read More

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ધો. 10-12 બોર્ડની પરીક્ષામાં 13,288 છાત્રો પરીક્ષા આપશે

– જિલ્લા પરીક્ષા સમિતિના અધ્યક્ષ કલેક્ટરની અધ્યક્ષતામાં એક્શન પ્લાન – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૧-૦૨-૨૦૨૫        ગુજરાત રાજ્યમાં આગામી તારીખ 27 ફેબ્રુઆરીથી શરૂ થતી ધોરણ 10 તથા 12 ની બોર્ડની પરીક્ષાઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પરીક્ષા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેકટર આર.એમ. તન્નાની આગેવાનીમાં સમિતિના સદસ્ય જિલ્લા શિક્ષણ અધિકારી ડો. હર્ષવર્ધનસિંહ જાડેજા દ્વારા…

Read More

દ્વારકાના મનોદિવ્યાંગ બાળકોનો ખેલ મહાકુંભમાં અનેરી સિધ્ધિ: 14 ખેલાડીઓએ 30 મેડલ જીત્યા: 11 બાળકો રાજ્ય કક્ષા માટે ક્વોલિફાઇડ

કુંજન રાડિયા, કલ્યાણપુર પુર૧૧-૦૨-૨૦૨૫        કલ્યાણપુર તાલુકાના નંદાણા ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ખાસ ખેલ મહાકુંભમાં દ્વારકાની રાધે ડિફરન્ટલી એબલ્ડ સંસ્થાના વિદ્યાર્થીઓએ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. સંસ્થાના 12 વિદ્યાર્થીઓ અને 2 વિદ્યાર્થીનીઓએ કુલ 30 મેડલ જીતીને નવો કીર્તિમાન સ્થાપ્યો છે. જેમાં 13 ગોલ્ડ, 9 સિલ્વર અને 8 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.  …

Read More

અવસાન નોંધ: ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખના પિતાનું અવસાન

      જામ ખંભાળિયા: સાબરકાંઠાના ઈડર તાલુકાના નિવાસી અમૃતલાલ માધવલાલ પટેલ (મુખી) (ઉ.વ. 72) તે ભાનુપ્રસાદ પટેલ (ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ તથા ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના સદસ્ય)ના પિતાશ્રી તેમજ ડો. સ્મિત પટેલના દાદા તારીખ 10 ના રોજ અવસાન પામ્યા છે.         સદગતનું બેસણું ગુરૂવાર તારીખ 13 મીના રોજ સવારે 9:30 થી…

Read More

ખંભાળિયાના જલારામ મંદિર અન્ન ક્ષેત્રના નવા હોદ્દેદારો વરાયા: પ્રમુખ તરીકે ભાવેશ વિઠલાણીને જવાબદારી

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        ખંભાળિયાના જાણીતા પૂ. જલારામ બાપાના મંદિર ખાતે કાર્યરત અન્ન ક્ષેત્રના પ્રમુખ ધીરેનભાઈ બદીયાણી નિવૃત્ત થતા આગામી સમય માટે પ્રમુખ તરીકે ભાવેશભાઈ વિઠલાણી, ઉપપ્રમુખ તરીકે હિતેન વિઠલાણી, સેક્રેટરી તરીકે મનીષ પાબારી તેમજ ટ્રેઝરર તરીકે રાજ પાબારીની વરણી કરવામાં આવી છે.    શહેરના સુપ્રસિદ્ધ પૂ. જલારામ બાપાના…

Read More

દ્વારકા જિલ્લામાં ટી.બી. અંગે જાગૃતી માટે આરોગ્ય કર્મચારીઓની ટુર્નામેન્ટ યોજાઈ

જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫        દેશભરમાં ચાલી રહેલા 100 દિવસ ટી.બી. અભિયાન અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં “ટી.બી. હારેગા, દેશ જીતેગા”ની થીમ પર ટી.બી. અંગે લોકોમાં જાગૃતિ કેળવાય તે હેતુથી જિલ્લાના તમામ પુરુષ આરોગ્ય કર્મચારીઓની ટેનીસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.        જેમાં જિલ્લાના તમામ ચાર તાલુકા તેમજ જિલ્લા પંચાયત…

Read More

ખંભાળિયા નજીક અનધિકૃત રીતે થતી ખનીજ ચોરી ઝડપાઈ: મુદ્દામાલ કબ્જે

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫       ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર આજરોજ એલ.સી.બી. પોલીસે ચોક્કસ બાતમીના આધારે ગેરકાયદેસર રીતે બોકસાઈટ લઈને જઈ રહેલા એક ટ્રકને ઝડપી લઇ, ધોરણસર કાર્યવાહી કરી હતી.            દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થાનિક ગુના શોધક શાખાના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા હાથ…

Read More

દ્વારકાના નજીક ટ્રક-સ્કૂટી વચ્ચે અકસ્માત: મહિલા વીજકર્મચારી ગંભીર: વધુ સારવાર અર્થે જામનગર ખસેડાયાં

– – કુજન રાડિયા, દ્વારકા, તા. ૧૦-૦૨-૨૦૨૫       દ્વારકામાં આવેલી પીજીવીસીએલ કચેરીની નજીક પીજીવીસીએલ કચેરીના મહિલા કર્મચારીને અકસ્માત નડતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. જેથી તેમને દ્વારકાની સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાયા બાદ વધુ સારવાર અર્થે જામનગર રીફર કરાયા છે.            દ્વારકાની પીજીવીસીએલ કચેરીમાં ફરજ બજાવતા મહિલા કર્મચારી…

Read More

ખંભાળિયાના વિવિધ મહત્વના પ્રશ્ને બિન રાજકીય નાગરિક સમિતિ દ્વારા તંત્રને રજૂઆતો

– શહેરને ખાડા મુક્ત કરવા પાલિકા તંત્ર સમક્ષ માંગ – કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૧૦-૦૨-૨૦૨૫       ખંભાળિયા શહેરના નગરજનોને કનડતા વિવિધ પ્રશ્નો તેમજ મહત્વની પાયાની જરૂરિયાતો સંદર્ભે અહીંની બિન રાજકીય અને સેવાભાવી વ્યક્તિઓ સાથેની નાગરિક સમિતિ દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી છે.         ખંભાળિયા શહેરમાં આવેલા વિવિધ…

Read More