Headlines

ખંભાળિયાના ચુડેશ્વર વિસ્તારમાંથી પરિણીત મહિલા લાપતા: પોલીસ દ્વારા શોધખોળ

– કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ખંભાળિયા તાલુકાના ચુડેશ્વર ગામે રહેતા અબ્બાસભાઈ અલીભાઈ ચમડિયા નામના 65 વર્ષના મુસ્લિમ વૃદ્ધની 32 વર્ષની પરિણીત પુત્રી જરીનાબેન સબીર હારુન બસર (રહે. બેડી – જામનગર) ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ ચૂડેશ્વર ગામે આવી હતી. ત્યારે તારીખ 25 મી ના રાત્રીના નવેક વાગ્યાથી તારીખ 26 ના…

Read More

ભાણવડ પાલિકાની ચૂંટણી પૂર્વ કોંગ્રેસના અને આપના કાર્યકરો ભાજપમાં જોડાયા: આવકાર

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫         ભાણવડ ખાતે તાજેતરમાં ભાણવડ શહેર કોંગ્રેસ પ્રમૂખ તેમજ પાલિકા સદસ્ય હિતેષભાઈ જોષી સાથે બે ટર્મથી કોંગ્રેસના સદસ્ય દેવજીભાઈ નકુમ, ભાણવડ શહેર કોંગ્રેસ મહામંત્રી દિવ્યેશભાઈ નકુમ, આમ આદમી પાર્ટીના શહેર ઉપપ્રમુખ અને દલિત સમાજના યુવા આગેવાન સંજયભાઈ ચૌહાણ, કોંગ્રેસમાંથી ગત ચૂંટણીમાં વિજેતા થયેલા સુભાષભાઈ કણજારીયા અને…

Read More

ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડમાં કર્મચારીને ફડાકા ઝીંકીને ફરજમાં રૂકાવટ: મોબાઈલ ફોન તોડી નાખવા સબબની પણ ફરિયાદ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા      ખંભાળિયાના રામનગર વિસ્તારમાં આવેલી એક સ્કૂલ પાસે રહેતા મહેશભાઈ જયંતીલાલ સોનગરા નામના 29 વર્ષના યુવાન અહીંના દ્વારકા માર્ગ પર આવેલા માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે મંગળવારે તેમની ફરજ પર હતા. ત્યારે નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા નામના એક શખ્સએ તેમની પાસે આવી અને કોઈ બાબતે બોલાચાલી કરી હતી. આ પછી આરોપી નરેન્દ્રસિંહએ મહેશભાઈ…

Read More

ખંભાળિયાની પરિણીતાને ત્રાસ આપતા નડિયાદના સાસરિયાઓ સામે રાવ

કુંજન રાડિયા, જામ ખંભાળિયા       ખંભાળિયામાં કુંભારના ભઠ્ઠા પાસેના એસ.ટી. ડેપો વર્કશોપ પાછળના ભાગે રહેતા અને વિક્રમસિંહ ચુડાસમાના પુત્રી દિવ્યાબા યુવરાજસિંહ રાણા (ઉ.વ. 27) ને તેણીના લગ્ન જીવન દરમિયાન ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના કનજરી ગામે રહેતા તેણીના પતિ યુવરાજસિંહ પ્રદિપસિંહ રાણા, સાસુ મૈયાબા પ્રદિપસિંહ રાણા, નણંદ સોનલબા મયુરસિંહ જાડેજા, નણંદોયા હરેશ ઉર્ફે મયુરસિંહ…

Read More

ખંભાળિયાની શાળામાં આગ અંગે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ખંભાળિયામાં શાળા સલામતી સપ્તાહ અંતર્ગત આજરોજ અહીંના ધરમપુર વિસ્તારમાં આવેલી ધોરીવાવ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અહીંના ફાયર વિભાગના સ્ટાફ દ્વારા પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી. જેમાં બેઝિક ફાયર અને રેસ્ક્યુ સાધનો અંગેની ટ્રેનિંગ તેમજ આગ લાગે તો શું પગલાં લેવા અને શું ન લેવા તે અંગે વિદ્યાર્થીઓને…

Read More

ખંભાળિયામાં લાયન્સ ક્લબ દ્વારા રવિવારે ડાયાબિટીસ, બીપીનો કેમ્પ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫        ખંભાળિયાની જાણીતી સેવા સંસ્થા લાયન્સ ક્લબ દ્વારા આગામી રવિવાર તારીખ 2 ફેબ્રુઆરીના રોજ ડાયાબિટીસ તથા બ્લડ પ્રેશર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર મહિનાના પહેલા રવિવારે યોજાતા આ કેમ્પમાં આગામી તારીખ 2 ના રોજ સવારે 9 થી 11 વાગ્યા સુધી અત્રે જલારામ મંદિર ખાતે આ કેમ્પનો લાભ ખંભાળિયા…

Read More

ભાણવડમાં ઝડપાયેલા ગાંજા પ્રકરણના આરોપીને પાંચ વર્ષની સખત કેદ અને દંડ: ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટનો ચુકાદો

કુંજન રાડિયા, જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૫       ભાણવડ વિસ્તારમાં રહેતા સાધુ કલ્યાણનાથ ગુરુ શિવનાથ નાથજીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ સ્થળેથી રૂપિયા 26,784 ની કિંમતનો 4.464 કિલો ગાંજો તેમજ મોબાઈલ, ગાંજો સેવન કરવા માટેની ચલમ વિગેરે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમ…

Read More

ખંભાળિયા કલેક્ટર કચેરી ખાતે વીર શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ

જામ ખંભાળિયા, તા. ૩૦-૦૧-૨૦૨૬       ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે શહીદ વીરોએ પોતાના પ્રાણના બલિદાન આપ્યા છે, તેવા શહીદ વીરોની સ્મૃતિમાં આજરોજ બુધવારે શહીદ દિન નિમિતે ખંભાળિયામાં કલેક્ટર કચેરી ખાતે સવારે બે મિનિટ મૌન પાળીને દેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદ વીરોને માન અર્પણ કરવામાં આવ્યું હતું.  જિલ્લાની વિવિધ કચેરીઓ ખાતે અધિકારીઓ અને કર્મચારીઓએ મૌન…

Read More

અવસાન નોંધ : જામ ખંભાળિયા: નકુમ

, જામ ખંભાળિયા: સ્વ. નાનુબેન ડાયાલાલ નકુમ (ઉ.વ. ૯૦) તે અશ્વિન ડાયાલાલ નકુમ, રામચંદ્ર ડાયાલાલ નકુમ તેમજ હસમુખ ડાયાલાલ નકુમ (ભગવતી હોલ વાળા) તથા હર્ષિદાબેન શૈલેષભાઈ કણજારીયા, સુશીલાબેન રામજી કણજારીયા, કલ્પનાબેન ગોપાલભાઈ કણજારીયા અને ઉષાબેન જગદીશભાઈ ચોપડાના માતુશ્રી તેમજ સાગર, રાહુલ તેમજ વૈભવના દાદીમાં તથા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી શૈલેષભાઈ કણજારીયાના…

Read More

ખંભાળિયાના યુવા ફોટોગ્રાફરના હોનહાર પુત્ર વિવેક કોટેચાનો જન્મદિવસ હોનહાર રીતે ઉજવાયો

જામ ખંભાળિયા          ખંભાળિયાના ફ્રી લાઇન્સ ફોટોગ્રાફર અને જાણીતા રઘુવંશી કાર્યકર મિલનભાઈ કોટેચાના સુપુત્ર વિવેક કોટેચાનો આજે જન્મદિવસ છે. તારીખ 28-01-2007 ના રોજ જન્મેલા વિવેક કોટેચા હાલ ઉચ્ચ અભ્યાસ અર્થે અમદાવાદ શિક્ષણ લઈ રહ્યા છે. ડાન્સિંગ, ગેમિંગ, સાયકલિંગ અને ક્રિકેટ જેવી ક્રિએટિવિટીમાં માસ્ટરી તેમજ હોબી ધરાવતા વિવેક કોટેચાને આજે તેના જન્મદિવસ નિમિત્તે…

Read More