Friday June 20, 2025

અમદાવાદમાં ગુજરાતના પશુ ચિકિત્સકો માટે આંતરાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ સમ્પન્ન

કુંજન રાડિયા, અમદાવાદ, તા. ૦૬-૦૨-૨૦૨૫

    અમદાવાદ ખાતે ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસ અને યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન, યુ.એસ.એ.ના સંયુકત ઉપક્રમે બુધવારે રાજ્યના પશુ ચિકિત્સકો માટે પશુઓમાં ફ્રેકચર અને વુડ મેનેજમેન્ટ વિષય સાથે બે દિવસીય હેન્ડ્સ ઓન ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિનથી આવેલા નિષ્ણાંત વેટરીનરી સર્જન ડૉ. રાયન બ્રુઅર, ડૉ. જેન રેની, ડૉ. ટોમ આલ્બર્ટ દ્વારા વિષયને અનુલક્ષીને કુલ 42 વિવિધ વિભાગ તથા તમામ જિલ્લામાંથી આવેલા પશુ ચિકિત્સકોને તાલીમ આપવામાં આવી હતી .

      આ બે દિવસીય વર્કશોપમાં અતિથિ વિશેષ તરીકે પશુપાલન વિભાગના અધિક નિયામક ડૉ. કિરણ વસાવા, કામધેનુ યુનિવર્સટીના કુલપતિ ડૉ. નરેશ કેલાવાલા, પ્રોફેસર અને હેડ સર્જરી વિભાગ, વેટરનરી કોલેજ, આણંદના ડૉ. પી.વી. પરીખ, ઈ.એમ.આર.આઈ. ગ્રીન હેલ્થ સર્વિસીસના જશવંત પ્રજાપતિ, ડૉ. અચીન અરોરા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

         બે દિવસીય આ વર્કશોપમાં નિષ્ણાતો દ્વારા વિષયને અનુલક્ષીને નવીન એડવાન્સ ટેકનોલોજી અને પ્રોટોકોલ સાથે સર્જરીની વ્યવહારુ તાલીમ આપવામાં આવી હતી.

       અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને ઈ.એમ.આર.આઈ. જી.એચ.એસ. દ્વારા રાજ્યમાં કાર્યરત 1962 કરુણા એનિમલ એમ્બ્યુલન્સ અને મોબાઈલ પશુ દવાખાના દ્વારા અત્યાર સુધીમાં કુલ 88 લાખ કરતા વધુ પશુ – પક્ષીઓને 1962 ટોલ ફ્રી નંબર હેઠળ સમયસર અને સ્થળ પર નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે.

        પશુપાલન નિયામક ડૉ. ફાલ્ગુની ઠાકર દ્વારા આ વર્કશોપના સફળ આયોજન બદલ તમામ તાલીમાર્થીઓ અને આયોજકોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

(ફોટો: કુંજન રાડિયા)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to Top